“મારા કાન“
(રાગઃ કજરા મહોબ્બતવાલા……..)
વગડામાં વેણું વાગી નયણે નીંદરડી ભાગી,વાલો બોલાવે કરી સાન જાઉ વારી વારી મારા કાન;
વાલો વાંસલડી કાજે હું ઘેલી કાના કાજે,હું ગોરી કા.નો કાળેવાન જાઉં વારી વારી મારા કાન.
ચાલુ તો ઝાંઝર વાગે સાસુ નણદલડી જાગે(૨),આંગણીએ સસરા સુતા એની પણ બીક લાગે(૨)
આવુંછું ડરતી ડરતી હળવા હું પગલાં ભરતી,ખખડે કચડાઇ સૂકા પાન જાઉં વારી વારી મારા કાન.
વૃદાવન મારગ દોડું પાલવ અટવાતું છોડું(૨),માધવને મળવા માટે વનવન ભટકીને ખોડું(૨)
થાકી હું શોધી તુજને આવીને લઇજા મુજને,માગ્યા ન આપે કોઇ માન જાઉં વારી વારી મારા કાન.
જોયો જશોદા જાયો સામે આવી મલકાયો(૨),ભેટી હું ભાન ભુલી હૈડો મારો હરખાયો(૨)
ગોપી ગોપાલ સાથે રમતી હું વાલા સાથે,પ્રેમના કરાવે અમી પાન જાઉં વારી વારી મારા કાન.
૨૬/૧૨/૧૯૮૮
Filed under: Poem |
Leave a Reply