“બંસી”
(રાગઃ હુજુર ઇસ કદરના ઇઠલાકે ચલિયે……)
કનૈયા રે બંસી શાને વગાડાડે
મને એ મધુરી’સી નીંદે જગાડે…. …. …. …. …. …..કનૈયા રે બંસી
કરી ઘરના કામો ને થાકી ગયેલી(૨)થઇ આંખ બોઝલ ને ઊંઘે ભરેલી;
ઘડી બે ઘડી કાજે આંખો મળી જ્યાં(૨)વગાડી તેં બંસી ને ઝબકી ને જાગી…..કનૈયા રે બંસી
અજબ મોહીની તારી મુરલીથી વહેતી(૨)જગાડે જે જાદુ ને કાનોમાં કહેતી;
સખી ચાલ માધવને મળવાને જઇએ(૨)ગલી કુંજ નટવર છે વૃંદાના વનમાં…કનૈયા રે બંસી
હૈડું આ મારૂં ધબ ધબ ધબક્તું(૨)જાવુ ન જાવું વ્યથામાં ભટકતું;
“પ્રભુ”ને મુરારી તું લેને ઉગારી(૨)તું શાને સતાવે કહી પ્રાણ પ્યારી……………કનૈયા રે બંસી
૨૫/૦૨/૧૯૮૯
Filed under: Poem |
Leave a Reply