“છપ્પા-૧”

છપ્પા

અશ્વ રહે જે માલિક વસ, તેને એક ટકોરો બસ;

જે વેંઢારે જગનો ભાર, તે ગર્દભને પડતો માર.

અન્ન જેની જોતું વાટ, મુરખનર ના બેસે પાટ;

રીસ કરી તરછોડી જાય,એનું અન્ન ભિખારી ખાય.

એક જણનો ધરજો હાથ,રહે સદા તમારી સાથ;

ઝાઝા હાથને ધરવા જશો, છેવટ તમે ક્યાંના હશો.

સાચો મિત્ર છે એનું નામ, આગળ રહીને આપે હામ;

સાચી પત્નિનું છે કામ, જે આનંદનું બીજુ નામ.

ઉકરડો જે ખોદી ખાય, નામ લેતાં જે ગંધાય;

કાગ ભલે જઇ ગંગા ના,તોંય કદી ના શુધ્ધિ થાય.

ઉંચા ઘરમાં જન્મ ધરે, તેમાં અઢળક પૈસો મળે;

એવા જુવાન જડસુ નર, ભાવી એનું ખરેખર.

ઉગે છે સુરજ લાલ, ને આથમતો સુરજ લાલ;

મહામાનવના રંગ ફરે, ચડતી પડતી આવ્યા કરે.

બુંદ  બુંદ છલકતો ઘડો, એના પરથી લેજો ધડો;

હળવે હળવે જે સંગ્રાય, ગુણ જ્ઞાન ને ધન ઉભરાય.

જેના મનમાં છે અજ્ઞાન, શું સમજે ધર્મ ને ધ્યાન;

સુરદાસને આરસી જડે, એનાથી શું એનું વળે.

ભાવ વગર મારેલે મન, પ્રેમ વિના પિરસેલું અન્ન;

ભોજન જે કો નર ખાય,માનવ નહી મડદું કહેવાય.

સિંધુડાના વાગે ઢોલ, બિરદાવે ચારણના બોલ;

કેશરિયા વાઘાઓ ધરે, વીરતા વ્યંડળને ના વરે.

ખાનદાનનો ગુસ્સો ક્ષણ, બે કલાક સંસારી જણ;

હલકા જનમાં દિવસ એક, નીચ નરોમાં જીવન છેક.

બાજ તણું ટોળું ઘેરાય, પારેવું એમાં અટવાય;

ઝાઝા દુશ્મન જેના હોય, બચવાનો ના મારગ કોઇ.

પુરાણ મતથી ધર્મ અપંગ, એના સઘડા લુલા અંગ;

કર પકડો તો દોરાય, મુકો જ્યાં ત્યાં બેસી જાય.

સ્વપનામાં જે પીધું દુધ, પાત્ર હતું સોનાનું શુધ્ધ;

અથવા જો માટીનું હોય, શો તફવત એમાં હોય.

એનો સંસાર અસાર, ચાલે બીજાને આધાર;

ચાલે નહી ઘસડતો જાય, અપવાસીનો સાથી થાય.

પહેલાં નીચને દો સન્માન, પછી ડાહ્યાને દો માન;

પખારતા સૌ પહેલાં પગ, ચહેરો છેલ્લે ધોતું જગ.

ડહપણની છે જેમાં હાણ, અક્કલની છે જેમાં તાણ;

જગમાં એની ઘરનાર,ગૌરવ શેનું કરનાર. 

છતપર લાગી લાગી ભોંય,આગ સદા તો આગ હોય;

ઓલવસો બહુ મથી મથી, જ્વાળા નીચે પડ્તી નથી.

દાંત વાળ નખ એનું સ્થાન, મુક્યા પછી પામે માન;

શાણો નર એને કહેવાય,એક સ્થાને રહે સદાય.

હેમનો પટ્ટો પહેરે શ્વાન,માગ્યું પણ પામે માન;

સાવજનો કરતાં સ્વિકાર,જન્મથી એનો અધિકાર.

અવળા હાથે મુક્યા બાદ્,મુકેલું આવે યાદાની

અવગુણ ને સદગુણ કરો,અવળા હાથે નેકી કરો.

દેવા તણી જે ખોદે વાવ,ચલાવવા જીવનની નાવ;

જીવન નાવ તો ચાલે નહી,પડી મરે કુવામાં જઇ.

ચકમક જેવી લીસી નાર,લોઢા સમ એનો ભરથાર;

લગ્ન કરીને નીત અથડાય,તેમાંથી તણખા સરજાય.

જ્ઞાની જ્ઞાનની વાતો કરે,અજ્ઞાની સુણી ઉરમાં ધરે;

નહી અજ્ઞાની જ્ઞાની જે,સમજાવ્યા નહી સમજે.

તણખલાનો શો વિસ્તાર,હાથી કેરા બળ મોજાર;

તણખલા ભેગા થાય,દોરડે હાથી બંધાય.

ચડ્તી કાંકરી બાંધે કોટ,પડતી કાંકરી ભાંગે કોટ;

કાંકરડી તો એની જ્,સ્વભાવ ના બદલે સહેજ.

 

૦૪/૦૧/૧૯૮૯ (પ્રયત્ન ફેબ્રુ૮૯ પ્રકશિત્)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: