“ખટકો“
ઉર મહીં ખટક્યા કરે,કંઇ કશું કોને ગમે;
ના ગમ્યું તમને કદી,મુજને ભલા ક્યાંથી ગમે.
મારા તમારાની દિવાલો,કોઇ ન‘તી કોઇ નથી;
શી વ્યથા છે ઉર મહીં,કહી જો શકો કહી દો તમે.
ઉર તણાં ઊંડાણને તો,આત્મજન આંબી શકે;
ના ઉચિત જો પારકા,એમાં પડે ક્યાંથી ગમે.
સંસારની ઘટમાળથી,ઉરમાં પડી છે કોતરો;
અટવાઇ કો અણજાણ જો,ખટક્યા કરે કોને ગમે.
અટવાય છે શું ઉર મહી,ખટકી રહ્યું શોધી કહું;
ઉરમાં “ધુફારી“ને ઉતરવાની ઇજાજત દો તમે.
૦૬/૧૨/૧૯૮૮
Filed under: Poem |
Leave a Reply