“કાળો કાળો”
(રાગઃ હસ્તા હુવા નુરાની ચહેરા…….)
કાળો કાળો કામણગારો,માખણ ચોરીને ખાનારો,છેલછોગાળો તોબા તોબા રે કહાનડો કહાનડો (૨)
આંખ કેરા પલકારે ઓચિંતો આવતો,આંખ કેરા…
આંખ કેરા પલકારે ઓચિંતો આવતો,ગામ કેર છૈયાને સંગાથે લાવતો;
ક્યાં સંતાતો હો, ક્યાં સંતાતો, ના દેખતો, હો ના દેખતો,ચાલબાઝ છેતરી જતો….કાળો કાળો
બારણાથી પેસે ના બારીથી આવતો,બારણાથી…
બારણાથી પેસે ના બારીથી આવતો,દરવાજા બારીના હળવે ઉગડાવતો;
પહેલાં પોતે, હો પહેલાં પોતે,માખણ ગોતે,હો માખણ ગોતે,સંતાડયું શોધી કાઢતો…કાળો કાળો
ચાર પાંચ ભેગા થઇ એને ઉચકાવતાં,ચાર પાંચ…
ચાર પાંચ ભેગા થઇ એને ઉચકાવતાં,શીકેથી માખણની માટી ઉતરવતાં;
મહીડા ઢોળે એ મહીડા ઢોળે,મટકી ફોડે એ મટકી ફોડે,રોજ રોજ ત્રાસ આપતો…….કાળો કાળૉ
નંદરાય રાજા ને તું એની રાણી,નંદરાય….
નંદરાય રાજાને તું એની રાણી,કુંવર તમારાની કેવી કહાણી;
મારૂં માનો હો મારૂં માનો,તારો કાનો હો તારો કાનો,કપટી છે લુચ્ચો લાડ્કો………કાળો કાળો
૦૨/૦૨/૧૯૮૯
Filed under: Poem |
Leave a Reply