“બંસી”

“બંસી”
(રાગઃ હુજુર ઇસ કદરના ઇઠલાકે ચલિયે……)
 
કનૈયા રે બંસી શાને વગાડાડે
મને એ મધુરી’સી નીંદે જગાડે…. …. …. …. …. …..કનૈયા રે બંસી
કરી ઘરના કામો ને થાકી ગયેલી(૨)થઇ આંખ બોઝલ ને ઊંઘે ભરેલી;
ઘડી બે ઘડી કાજે આંખો મળી જ્યાં(૨)વગાડી તેં બંસી ને ઝબકી ને જાગી…..કનૈયા રે બંસી
અજબ મોહીની તારી મુરલીથી વહેતી(૨)જગાડે જે જાદુ ને કાનોમાં કહેતી;
સખી ચાલ માધવને મળવાને જઇએ(૨)ગલી કુંજ નટવર છે વૃંદાના વનમાં…કનૈયા રે બંસી
હૈડું આ મારૂં ધબ ધબ ધબક્તું(૨)જાવુ ન જાવું વ્યથામાં ભટકતું;
“પ્રભુ”ને મુરારી તું લેને ઉગારી(૨)તું શાને સતાવે કહી પ્રાણ પ્યારી……………કનૈયા રે બંસી

૨૫/૦૨/૧૯૮૯

“કાળો કાળો”

“કાળો કાળો”
(રાગઃ હસ્તા હુવા નુરાની ચહેરા…….)

કાળો કાળો કામણગારો,માખણ ચોરીને ખાનારો,છેલછોગાળો તોબા તોબા રે કહાનડો કહાનડો (૨)
આંખ કેરા પલકારે ઓચિંતો આવતો,આંખ કેરા…
આંખ કેરા પલકારે ઓચિંતો આવતો,ગામ કેર છૈયાને સંગાથે લાવતો;
ક્યાં સંતાતો હો, ક્યાં સંતાતો, ના દેખતો, હો ના દેખતો,ચાલબાઝ છેતરી જતો….કાળો કાળો
બારણાથી પેસે ના બારીથી આવતો,બારણાથી…
બારણાથી પેસે ના બારીથી આવતો,દરવાજા બારીના હળવે ઉગડાવતો;
પહેલાં પોતે, હો પહેલાં પોતે,માખણ ગોતે,હો માખણ ગોતે,સંતાડયું શોધી કાઢતો…કાળો કાળો
ચાર પાંચ ભેગા થઇ એને ઉચકાવતાં,ચાર પાંચ…
ચાર પાંચ ભેગા થઇ એને ઉચકાવતાં,શીકેથી માખણની માટી ઉતરવતાં;
મહીડા ઢોળે એ મહીડા ઢોળે,મટકી ફોડે એ મટકી ફોડે,રોજ રોજ ત્રાસ આપતો…….કાળો કાળૉ
નંદરાય રાજા ને તું એની રાણી,નંદરાય….
નંદરાય રાજાને તું એની રાણી,કુંવર તમારાની કેવી કહાણી;
મારૂં માનો હો મારૂં માનો,તારો કાનો હો તારો કાનો,કપટી છે લુચ્ચો લાડ્કો………કાળો કાળો

૦૨/૦૨/૧૯૮૯

“બ-ધારી”(કચ્છી)*

“બ-ધારી”(કચ્છી)*

છતી મા નમાયા કીં?…………….)
મા હોવા છતાં મા વગરના કેમ?………)
છતે વૈધ ભીમારી કીં?…………….)ઘર કરે વઇ
વૈધે દવા કરવા છતાં બિમારી ગઇ ન કેમ?…)બીજા સાથે ભાગી ગઇ/શરી 
ભીખરી વ્યો પાછો કીં?…………….)
ભીખરી વળ્યો પાછો કેમ?…………..)
પગ મ્યાં ન નકર્યો ન કંઢો કીં?………..)નોં નવા
પગમાંથી ન નિકળ્યો કાંટો કેમ?……….)પુત્રવધુ ન હતી/નખ ન હતાં
શેઠ થ્યો ભીખરી કીં?……………..)
શેઠ થયો ભીખારી કેમ?……………)
ભીખારી વ્યો પાછો કીં?…………….)અટો ખુટો
ભીખારી વળ્યો પાછો કેમ?…………..)ખરચી ખુટી/લોટ ખુટ્યો
જિણસ જુડઇ ત ક્યાંનું?…………….)
ચીજ મળી તો ક્યાંથી?……………..)
વરઆ વા ઐ ક્યાંનું?………………) મેડે તા
વળ્યા હતાં તમે ક્યાંથી?…………….)માળિયા પરથી/મેળો જોઇને
ચુંઢ્યા તે ઐ ગોંતા કુરો?…………….)
ગાયના શરીર ઉપર શું શોધતા હતાં?……..)
ચે વગર કોય અચે ખરો?…………….)અચો
જો કહો નહી તો કોઇ આવે ખરૂં?…………)બગા/આવો
અચીંધી હાણે બસ કડે?……………..)
બીજી બસ હવે આવશે ક્યારે?………….)
છણી ને હી પ્યોવો કીં?………………)પછાડ પોંધે
એ પડી ગ્યો કેમ?…………………)સાંજ પડ્તા/થેસ વાગતા
ડચલો હી લથો કીં?………………..)
ઘા આ પડ્યો કેમ?………………..)
મટ હી ઘડાણું કીં?…………………)ચક સે
માટલું આ ઘડાયું કેમ?………………)કરડવા થી/ચાકડાથી
ખીર વગર ઐ આયા કીં?……………..)
દુધ લીધા વગર આવ્યા કેમ?…………..)
નોકરી ન મલઇ કીં?………………..)વગ નાય
નોકરી ન મળી કેમ્?………………..)ધણ ન્હોતું/લાગવગ ન્હોતી
લેસ થ્યો ઇ લધા કીં?……………….)
શરદી થઇ છે એ સમજ્યા કેમ્?………….)
ચીજ હી પઇ તુટી કીં?……………….)છક સે
ચીજ આ તુટી કેમ?………………..)છીંક ખાધી એટલે/ઝાટકો લાગતાં
ચશમું કીં રાસ થીએ?……………….)
ચશ્મા રીપેર થાય કેમ્?………………)
ધ્રા આંકે લગે કેડો?…………………)ટક ડેરાયો
બીક તમને લાગે શેની?………………)નવા કાંચ બેસાડો/કલંક લાગવાની
ઘર હી બરી વ્યો કીં?………………..)
આ ઘર કેમ બળી ગયું?………………)
વંઞીને ઐ વઠા કત?………………..)લગ મેં
તમે બેઠા હતા ક્યાં?…………………)આગ લાગવાથી/બાજુમાં
મની પીધે ખીર કીં?…………………)
બિલાડીએ દુધ પ કેમ ગઇ?…………….)
ગુપત નકીં ગાલ રઇ…………………)ઢક ન વો
ગુપ્ત રહી નહી વાત કેમ?………………)ઢાંકેલું ન્હોતું/અધીરતામાં
કોપ કીં જલાણું ન?………………….)
કપ ન પકડાયું કેમ?………………….)
ઉ ને ઉ ભુલ ક્યાં કીં?…………………)નક ન વો
એની એ ભુલ કરી કેમ?……………….)કડું ન્હોતું/બેદરકરીમાં

૩૦/૦૧/૧૯૮૯
*બન્ને બાજુ ધાર વાળી આ ઉર્દુ સાહિત્ય નો એક પ્રકાર છે જેને “દો-સુખન” કહેવાય છે.જેમાં બે પ્રશ્નનો એક જ જવાબ હોય.
તમને સમજાય તે માટે કચ્છી પ્રશ્નને ગુજરતીમાં લખ્યા છે,કચ્છીમાં જવાબ એક જ છે પણ ગુજરાતીમાં બન્ને જવાબ અલગ અલગ છે.

“છપ્પા-૧”

છપ્પા

અશ્વ રહે જે માલિક વસ, તેને એક ટકોરો બસ;

જે વેંઢારે જગનો ભાર, તે ગર્દભને પડતો માર.

અન્ન જેની જોતું વાટ, મુરખનર ના બેસે પાટ;

રીસ કરી તરછોડી જાય,એનું અન્ન ભિખારી ખાય.

એક જણનો ધરજો હાથ,રહે સદા તમારી સાથ;

ઝાઝા હાથને ધરવા જશો, છેવટ તમે ક્યાંના હશો.

સાચો મિત્ર છે એનું નામ, આગળ રહીને આપે હામ;

સાચી પત્નિનું છે કામ, જે આનંદનું બીજુ નામ.

ઉકરડો જે ખોદી ખાય, નામ લેતાં જે ગંધાય;

કાગ ભલે જઇ ગંગા ના,તોંય કદી ના શુધ્ધિ થાય.

ઉંચા ઘરમાં જન્મ ધરે, તેમાં અઢળક પૈસો મળે;

એવા જુવાન જડસુ નર, ભાવી એનું ખરેખર.

ઉગે છે સુરજ લાલ, ને આથમતો સુરજ લાલ;

મહામાનવના રંગ ફરે, ચડતી પડતી આવ્યા કરે.

બુંદ  બુંદ છલકતો ઘડો, એના પરથી લેજો ધડો;

હળવે હળવે જે સંગ્રાય, ગુણ જ્ઞાન ને ધન ઉભરાય.

જેના મનમાં છે અજ્ઞાન, શું સમજે ધર્મ ને ધ્યાન;

સુરદાસને આરસી જડે, એનાથી શું એનું વળે.

ભાવ વગર મારેલે મન, પ્રેમ વિના પિરસેલું અન્ન;

ભોજન જે કો નર ખાય,માનવ નહી મડદું કહેવાય.

સિંધુડાના વાગે ઢોલ, બિરદાવે ચારણના બોલ;

કેશરિયા વાઘાઓ ધરે, વીરતા વ્યંડળને ના વરે.

ખાનદાનનો ગુસ્સો ક્ષણ, બે કલાક સંસારી જણ;

હલકા જનમાં દિવસ એક, નીચ નરોમાં જીવન છેક.

બાજ તણું ટોળું ઘેરાય, પારેવું એમાં અટવાય;

ઝાઝા દુશ્મન જેના હોય, બચવાનો ના મારગ કોઇ.

પુરાણ મતથી ધર્મ અપંગ, એના સઘડા લુલા અંગ;

કર પકડો તો દોરાય, મુકો જ્યાં ત્યાં બેસી જાય.

સ્વપનામાં જે પીધું દુધ, પાત્ર હતું સોનાનું શુધ્ધ;

અથવા જો માટીનું હોય, શો તફવત એમાં હોય.

એનો સંસાર અસાર, ચાલે બીજાને આધાર;

ચાલે નહી ઘસડતો જાય, અપવાસીનો સાથી થાય.

પહેલાં નીચને દો સન્માન, પછી ડાહ્યાને દો માન;

પખારતા સૌ પહેલાં પગ, ચહેરો છેલ્લે ધોતું જગ.

ડહપણની છે જેમાં હાણ, અક્કલની છે જેમાં તાણ;

જગમાં એની ઘરનાર,ગૌરવ શેનું કરનાર. 

છતપર લાગી લાગી ભોંય,આગ સદા તો આગ હોય;

ઓલવસો બહુ મથી મથી, જ્વાળા નીચે પડ્તી નથી.

દાંત વાળ નખ એનું સ્થાન, મુક્યા પછી પામે માન;

શાણો નર એને કહેવાય,એક સ્થાને રહે સદાય.

હેમનો પટ્ટો પહેરે શ્વાન,માગ્યું પણ પામે માન;

સાવજનો કરતાં સ્વિકાર,જન્મથી એનો અધિકાર.

અવળા હાથે મુક્યા બાદ્,મુકેલું આવે યાદાની

અવગુણ ને સદગુણ કરો,અવળા હાથે નેકી કરો.

દેવા તણી જે ખોદે વાવ,ચલાવવા જીવનની નાવ;

જીવન નાવ તો ચાલે નહી,પડી મરે કુવામાં જઇ.

ચકમક જેવી લીસી નાર,લોઢા સમ એનો ભરથાર;

લગ્ન કરીને નીત અથડાય,તેમાંથી તણખા સરજાય.

જ્ઞાની જ્ઞાનની વાતો કરે,અજ્ઞાની સુણી ઉરમાં ધરે;

નહી અજ્ઞાની જ્ઞાની જે,સમજાવ્યા નહી સમજે.

તણખલાનો શો વિસ્તાર,હાથી કેરા બળ મોજાર;

તણખલા ભેગા થાય,દોરડે હાથી બંધાય.

ચડ્તી કાંકરી બાંધે કોટ,પડતી કાંકરી ભાંગે કોટ;

કાંકરડી તો એની જ્,સ્વભાવ ના બદલે સહેજ.

 

૦૪/૦૧/૧૯૮૯ (પ્રયત્ન ફેબ્રુ૮૯ પ્રકશિત્)

“મારા કાન”

મારા કાન

(રાગઃ કજરા મહોબ્બતવાલા……..)

 

વગડામાં વેણું વાગી નયણે નીંદરડી ભાગી,વાલો બોલાવે કરી સાન જાઉ વારી વારી મારા કાન;

વાલો વાંસલડી કાજે હું ઘેલી કાના કાજે,હું ગોરી કા.નો કાળેવાન જાઉં વારી વારી મારા કાન.

ચાલુ તો ઝાંઝર વાગે સાસુ નણદલડી જાગે(),આંગણીએ સસરા સુતા એની પણ બીક લાગે()

આવુંછું ડરતી ડરતી હળવા હું પગલાં ભરતી,ખખડે કચડાઇ સૂકા પાન જાઉં વારી વારી મારા કાન.

વૃદાવન મારગ દોડું પાલવ અટવાતું છોડું(),માધવને મળવા માટે વનવન ભટકીને ખોડું()

થાકી હું શોધી તુજને આવીને લઇજા મુજને,માગ્યા આપે કોઇ માન જાઉં વારી વારી મારા કાન.

જોયો જશોદા જાયો સામે આવી મલકાયો(),ભેટી હું ભાન ભુલી હૈડો મારો હરખાયો()

ગોપી ગોપાલ સાથે રમતી હું વાલા સાથે,પ્રેમના કરાવે અમી પાન જાઉં વારી વારી મારા કાન.

 

૨૬/૧૨/૧૯૮૮

“પીછો”

પીછો

ચાલ્યો જતોતો સુમસામ રસ્તે;

સામે મળ્યું ના કહેવા નમસ્તે,

ધરતી જણાતી કંઇ ઉંઘરેટી;

જાણે પવનને સુતી લપેટી.

પારેવડાં સમ હૈયું ફફળતું;

કેમે કરી ના હાથ રેતું.

મારા પગના શબ્દો પડેછે;

થઇ લાગણી કોપીછો કરે છે.

ભયથી ભરેલાં નયણે નીહાળ્યું;

પાછળધુફારીઅસ્તિત્વ ભાળ્યું

 

૨૬/૧૨/૧૯૮૮ 

“કચ્છી-કવિત (૧)”

કચ્છીકવિત ()”

 

ઉંધર ઘુસ કરે વાસરો હુસ કરે,ગણિકા અશારો કરે ગરસીઓ વટ કરે;

અખમેંજ કખ ઉડે અંગ મથે મખ ઉડે,ભીખારી જિન્ધ છડે લેણીઆત અચી અડે;

પરભુચે નેપે મળે કટાળે સુભાવજા,ટાણેસર ઇનીજો કકરાટ ટારીજે.  

     ૦૬/૧૨/૧૯૮૮

     ચાતકજે કંઠ ટીપો ઉંઞજો ઓકાર કરે,તપલ લો તે છણે ઉડ છમકાર કરે;

   કમળજે પન મથે મોતીજો આભાસ કરે,છીપમેં વંઞી છણે મોટીજો આકાર ધરે;

   પરભુચે ટીપો ઉજ વરસારે વડરજો,સંગ તેડો રંગ ધરે સચી ગાલ ધારીજે.

પરજા જે પાપજી રાકરે જભાભધારી,રાકરે પાપ તતે રાજગુરૂજી જભાભધારી;

ચેલેજો વે પાપ તતે ગુરૂજી જભાભધારી,ધણીઆણી પાપકરે ધણીજી જભાભધારી;

પરભુચે જભાભધાર સમજે જભાભધારી,પરથમી તા પાળુ કઢી પાપજી ઉખાડી જે.

   પંઢજે ઘરમંજા મુરખકે માન મલે,વેપારી વે સારો તેંકે ગામ મંજા માન મલે;

   રાજા જન રાજજો વે રાજ મંજા માન મલે,વે ગનાની તેંકે સજી પરથમી તા માન મલેઃ

     પરભુચે ગનાન વડો રાજા મહારાજા કના,માન પામે પરભુજો ગનાન મન ધારીજે

૦૭/૧૨/૮૮

છોરા નકા છૈયા એડો વાંઝીએજો ઘર ઠલો,વારસ કોય જેંજો સોન જેડો પટ ઠલો;

સારો માઠો સમજે મુરખજો મન ઠલો,કુની જેંજી ઠકા કરે તેંકે હી જગ ઠલો;

પરભુચે હીં સમજો પીટ આય કરમજી,કરમજા લેખ ઠલા કેં વટાનું ભરજે?.

   નાણે વગર માલ ગડાં ઉધારજો ઉકેડો,ચમ જો છોલાણું જરા અંગ થેલ ઉજેડો;

   લુગડે અંગ મથે ધાગજો વે લપેડો,સની સની વટે કરે મેંધીજો ક્યાં થપેડો;

   પરભુચેતો ટેમ વેંધે રંગ ડેખાડીધા ,તડે થીંધો એડો પોય ટારયા ટરજે  

 

ચોપડી ગનાનજી વે વાંચેલા ડીજે કડે,ભરોસે કેકે કડાં બાયડી સોંપીજે કડે;

ફૂટરી વે પેન આંજી લખેલા ડીજે કડે,નાણા વે કેન કમાણા તે છતાં ડિજે કડે;

પરભુચેતો ચોવક હકડા પાછા અચે,અચેતા ભુલેચુકે કમજા ધારીજે   

 ૧૨/૧૨/૧૯૮૮

      નીરમલ નીર નય ડિસધે રૂપારી લગે,સોનજી કટારી સજી ભેઠમેં સારી લગે;

    વડે વડે સંગ નખે જનાવર સારો લગે,નારી વે રૂપારી વરી હીંયેકે હેરીધી લગે;

પરભુચે પનારો પોંધે પરચો ડેખાડીધા,કાયાકે જોરીંધા નકા જીવલેણ ધારીજે.  

 ૧૩/૧૨/૧૯૮૮(

 સચોટ નીશાન વારો ગમે એડો બાણાવડી,ધનુસ ચડાય કરે ધસતો છડે સગે;

રણજો મેધાન હુંધો સુરવીર સુરો ભલે,સુરવીર સંત પાણ મંઞીઓ ભની સગે;

પરભુચે છાપ એડી મનતે ભનાય છડ્યોં,એડો કીં ભને તડે ચમતકાર ચોવાજે.

   ઘરકમ મણી મથે હેકલી પુજી વરે, હુભને ખુસાલી ડેતી પખકે પસારે કરે;

   ખોરે ડઇ પુતર કે વંસમેં વધારો કરે,પગલે ધણીજે હલે અનજો જચ્યો કરે;

   પરભુચેતો ઘરવારી અનકે ચોવાજે,ભાકી મડે નાલેકે બાયડી આય ચોવાજે.

ભેલજી ને ભૂછડી વે ઘરવારી જેંજે ઘરે,ભાઇબંધ નેપે એડો ભરોસો કોય કરે;

ખાય ડંનો પાંજો છતાં કમટાણે અડકરે,ઝાંખોઘર જાણે છતાં રય સામે ચડી કરે;

પરભુચેતો મડે એધાણીયું મોતજી,નશીભ ઉગારે ગને નશીભધાર ચોવાજે.

૧૮/૧૨/૧૯૮૮

 વછી કીં ઝેરી વેતો ઝેર ઉનજી પુછમેં,મધમાખી ઝેરી કીં ઝેર ઇનજી મુછમેં;

નાગકારો નાય ઝેરી ઝેર અનજે ડંધમેં,નીચમાડુ ઝેરી સજો ઝેર સંધ સંધમેં;

પરભુભચી વંઞે ભલે ઝેર જીવડે જે મંજા,નીચ માડુ ડસે કડે ભેઅલાજ ધારીજે.

   મથો કરે ખેરો સજો ડુખધીવે ડાડ કડેં,થડો ડીંધો નોકર વે ભેઇમાન જડે;

   નેતા નીચતા અચી ઇનજી પણ છે છડે,મુશીભત જડે અચે ભાઇભંધ તડે અડે;

   પરભુચે નેપે મળે જનમજા કુપાતર,અની કે મુડસોત કઢીને ફગાઇજે.

જિંધગીમેં આંકે જુકો હથ જલે ઉચો કેંવે,જનોઇયેજા આંકે જુકો પરેમે સંસ્કાર કેંવે;

ખરેટાણે અચી સચી આંકે જન સલા કેંવે,ધ્રાસે જડે ધુબધોવે તડે જન ભચાવ કેંવે;

પરભુચે સચો તોજો માઇતર પે જેડો,ભાકી મળે નાલેજા માઇતર ચોવાજે.

૨૦/૧૨/૧૯૮૮     

   I

“ખટકો”

ખટકો

 

ઉર મહીં ખટક્યા કરે,કંઇ કશું કોને ગમે;

ના ગમ્યું તમને કદી,મુજને ભલા ક્યાંથી ગમે.

    મારા તમારાની દિવાલો,કોઇ તી કોઇ નથી;

    શી વ્યથા છે ઉર મહીં,કહી જો શકો કહી દો તમે.

ઉર તણાં ઊંડાણને તો,આત્મજન આંબી શકે;

ના ઉચિત જો પારકા,એમાં પડે ક્યાંથી ગમે.

     સંસારની ઘટમાળથી,ઉરમાં પડી છે કોતરો;

     અટવાઇ કો અણજાણ જો,ખટક્યા કરે કોને ગમે.

અટવાય છે શું ઉર મહી,ખટકી રહ્યું શોધી કહું;

ઉરમાંધુફારીને ઉતરવાની ઇજાજત દો તમે.

 

૦૬/૧૨/૧૯૮૮ 

“બુજણ”(કચ્છી)

“બુજણ”(કચ્છી)

કુતુભ મનાર જેડી હકડી ત્રભોંઇ મેડી,ગામ જે વચારે જેમે કાશી ડોશી રઇ આય;
બીજવર બાબુડેજો ઘર જડે કાશી મંઢે,ધુંવા ભંધ ગામ સજો જીવીમા જમાડે આય.
    બારો મેણા થ્યા મડ જીવીમાજો આયો સડ,બિ’વરે બાબુડો વેંધે કાશી ત રનાણી આય;
  છોરો ન કો છૈયો છતાં સાબુત આય હૈયો એડી,આબરૂ ઇ સાચવે ને મોભો પણ જમાય આય્.
વિંયા વે વાધાણી વે કેંજે ઘર આઘેણી વે,અગે સગે માંધે સજે પુછા કાશીમાજી આય;
જીભજી આય મઠી સકર ચે મણી કે બચા પુતર,કાશી ડોશી બુજણ ને અધલ અનસાફ આય. 
   મગન મેરાઇ ઉથી ડંધમેં ડનણ જલે,ઉલકો ઉપાડે કરે જંગલ ઇ વ્યો આય;
   ખુખડાટ કન સારે હડાં હુડાં ઇન ન્યારે,વઠો ન વઠો ત ડ્ઠે પડારથ કારો આય.
છુટી વ્યો કો મઠમાંથી આયો વો કો રાજ માંથી,મગન મેરાઇ ડ્ઠે ઇ કારો ગજરાજ આય;
વ્ડઠે નવેં હાથી કડેં ઉલકો ઉ ઉડાં છડે,અખ મુઠ મુંચે કરે ગામ ડીયાં થ્યો આય.
   રસ્તેમેં કશને કે મેઘો મોચી રતને કે,કલુકંધ ડામોડંધ સલુડેકે ચેં આય;
   વલુવાઢો મગુમંઢો ચકુચપ લાલોલપ,ખેતોખોડો અલીઠોડો પેમલે કેં ચેં આય.
ગામજે અચીંધે વેંધે જુકો મલે તેંકે ચેંતે,કોતક મું અજ ડ્ઠો જંગલમેં થ્યો આય;
ડોશીજી ત્રભોંઇ વટે મગન મેરાઇ અચી,કાશીમાડી કાશીમાડી કારીઆરો કેં આય્.
  કાશીડોશી બાર ખોલે બારી મંજા ડોગો કઢી,રાજાકેણ પોરમેં ચો બચા કીં બોલાય આય;
  કાશીમા ઐઇ જટ હલો ટેમ મ વીંઞાયો ઠલો,જનાવર વડો ડસૉ કેડો અનજો નાં આય.
કાશીડોશી ઘર ઢકે લકડીજે ટેકે ટેકે,મડ મડ હલી પુગી જડાં ગજરાજ આય;
છાજલી હથારી હેઠ નજર વજી ને ડઠે,ડઠે ઇ નાય હાથી ચેં કીં હી ત મું ડઠો નાય
  મગનમેરાઇ ભેરા આયા સજે ગામવારા,નાય ડઠો ડોશી ન ચેં મોભેજો સવાલ આય;
  ડોશી ચેં વિચાર કરે ટુકર ઇ રાતજો રે,ભુલાડે ઇ પઇ કરે ઝાંખરે ફસાણો આય.
ચડધો જી સીજ જડે ઉડીને ઇ વેંધો તડે,મુંજીને મ પટ થીયો રાત અનજો નાં આય; 
ગાલ કીં ન ગડ વેતી માડુએજી મુંજે મતી,પીંઢમેં જ ગુણગુણ સુણસુણ થઇ આય.
   “ધુફારી”ચેં માડી હાણે મ ભનાયો ચો ટાણે,સાવ સચો સચો ચોજા આંકે મુંજા સોં આય;
   ડોશી ડ્ઠે હથ વેંધી ગાલ હાણે કીં ન રોંધી,ખાડી જલે કરે હરે અભ ડીઆ નેરે આય.
હથારી કપાર હણી મણી કોરા ન્યારે કરે,ખબે મોંસે ખલી કરે લોલરી હલાય આય્;
ગામમાંથી ડાણા આણે વજો અન સામે ટાણે,ચુણે ત ઇ ચકલી વે નકાં ત હી મોર આય.
 
૧૩/૧૦/૧૯૮૮