“સંકટ હરો”

“સંકટ હરો”
(રાગઃ હમકો મનકી શક્તિ દેના…….)

મા ભવાની આદ્યશક્તિ કર ગ્રહણ કરો;
જન્મ મરણ સંકટો આ દાસના હરો………મા ભવાની
બાળપણ ગયું અને યૌવન રહ્યું સરી,
માયા’ને વિડંબણાથી જિંદગી ભરી;
મુક્તિદાતા મુક્ત કરો પાપ પ્રહરો,
જન્મ મરણ સંકટો આ દાસના હરો………મા ભવાની
તારૂં શું ને મારૂં શું એ ભેદ ના મળ્યા,
શત્રુઓ સગા સબંધી મિત્ર પણ ભળ્યા;
કરોળિયાની જાળ સમ આ બમ્ધનો હરો,
જન્મ મરણ સંકટો આ દાસના હરો………મા ભવાની
આથડ્યો તિમિરમાં “પ્રભુ” તને મળ્યો,
સફળ થસે જન્મ જો આ રાહ ના ટ્ળ્યો;
ના વિસારૂં મા તને હે મા દયા કરો,
જન્મ મરણ સંકટો આ દાસના હરો………મા ભવાની

૧૯/૦૮/૧૯૮૮

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: