“શોધી તને”
શોધી તને રતડીઆમાં*,મને મળી તું ફળિયામાં
ફળિયાથી તું જાતી’તી,ઝીણું ઝીણું ગાતી’તી
ગાતા તું મલકાતી’તી,થોડું તું શરમાતી’તી
શરમાતી તું ઊભી રઇ,છાતી સરસો હાથ દઇ
હાથ દઇ ના જોતી’તી,નખથી ભોં ખોતરતી’તી
ખોતરતી’તી યાદોને કે,ઉર તણાં ઉનમાદોને
ઉનમાદો વસ થઇ હું સર્યો,તારી નજીક આવી ફર્યો
ફર્યો છતાં તું ના બોલી,હળવેથી આંખો ખોલી
ખોલી આંખ શું ગોતી રહી,એકીટસ બસ જોતી રહી
જોતી જોતી મલકાણી,ઉરથી ઊર્મિ છલકાણી
છલકાણી હૈયેથી પ્રિત,પેખી રહી સાજન ને મીત
મીત મળ્યો જે લાધી રહી,પ્રિતમ “પ્રભુ”જે શોધી રહી
શોધી તને રતડીઆમાં,મને મળી તું ફળિયામાં
૨૯/૦૬/૧૯૮૮
*મારા વડવાનું ગામ.
Filed under: Poem |
Leave a Reply