“ઋતુ વસંત”
(રાગઃ સંપૂર્ણ જગતમાં એક જ ઇશ્વર,માનવ માત્ર અધુરા……)
હેમંત,વસંત કે શિશિર,વર્ષા,ગ્રિષ્મ શરદ ક્યારે;
આનંદે જો મન પ્રફુલ્લ થઇને,ઋતુ વસંત છે ત્યારે
સુંદર સૌરભથી ફૂલ ખીલે,રંગીલા ઉપનવમાં;
કરમાયેલું મન કુસુમ જેવું હાસ્ય કરે નહી ક્યારે……આનંદે મન
મદ્યાન તપે રવિના કિરણો,સુકે જ્યાં સરવરિયા;
વહેતા નયનોના નીર ખુટેના,તો સુકે નહી ક્યારે…..આનંદે મન
કરે નૃત્ય મયુર જો મેઘ દીશે,કંડારી સોળ કળા;
જો દગ્ધ હ્રદય હો પ્રણય વંચિત,નૃત્ય કરે નહી ક્યારે..આનંદે મન
સુખમાં હો કે નર હો દુઃખમાં,છે પ્રેમ સભર હો સૌમાં;
વિતે પુષ્કળ જો પાનખરો,યૌવન ખરશે નહી ક્યારે…આનંદે મન
૦૪/૦૪/૧૯૬૯
Filed under: Poem |
Leave a Reply