“આસન જમાંયા આશાર મા”(કચ્છી)
(રાગઃ ધન્ય સોરઠની ધરણી ને વિરપુરની કરણી…)
માડી કચ્છજે કિનારે પવન પ્રેમે પંખો ઢારે,ઉત આસન જમાંયા આશાર મા;
જતે ધૂળેજા ઢેર,મુઝી મા જી મઠી મેર,ઉત આસન જમાંયા આશાર મા…..માડી
મંધરિયો માડીજો ઉંચે ઉંચે ટેકરે,ડસડસનું ડસજેતી લાલ ધજા ફરફરે;
વડી અંગણજી ચાલ તેંકેં ફરધી ધિવાલ,ઉત આસન જમાંયા આશાર મા…..માડી
સામે સન્મુખ વઠી આઇ આરાસુરી,પ્રગટેતા દીપ વટે ધૂપ આશાપુરી;
સજી સાંજ ને સવાર લગે ભગ્તેજી હાર,ઉત આસન જમાંયા આશાર મા…..માડી
મૂરતી મનોહર ને મંગળ મન મોહે,જરીયન અઇ વાઘા ને સણગાર સોહે;
ભણે માડી પરતાપે કરજોડે પરભુલાલ,ઉત આસન જમાંયા આશાર મા……માડી
૨૩/૦૩/૧૯૮૮
Filed under: Poem |
Leave a Reply