“મન પ્યાસી”

“મન પ્યાસી”
(રાગઃ ફૂલ કહે ભમરાને,ભમરો વાત વહે ગુંજનમાં……)

સાગર પુછેછે મુઝને,તું આજે કેમ ઉદાસી……..તારૂં મન શેનું છે પ્યાસી
મુઝમાંથી ઉભરાતી લહેરો,એક આવે એક જાતી;
એવી વિચાર વંટોળે મત,તારી કેમ મુંઝતી,
તેથી શું ગભરાવું સાથી,છોડ તું મન કંકાસી…….તારૂં મન શેનું છે પ્યાસી
અગણિત ઝહેર પચાવ્તા ઉરમાં,અમૃતના ભંડારો;
લોપીના મરજાદ કદીના કીધો દૂર કિનારો,
મસ્ત રહું છું મુઝ મસ્તીમાં,ક્યાંથી રહે ઉદાસી……તારૂં મન શેનું છે પ્યાસી
તું પણ મસ્ત “ધુફારી” થઇજા ચિંતાઓ સૌ ટળશે;
મુઝ વેળુમાં લે આળોટી મનને શાંતિ મળશે,
સમીર લઇ મુઝ શ્વાસે લડજે,જીત થશે અવિનાશી…તારૂં મન શેનું છે પ્યાસી
 
૦૧/૦૩/૧૯૮૭ (પ્રયત્ન જુન્’૮૮માં પ્રકાશિત)

3 Responses

 1. આ ગીત ગવાય તો કેવું સરસ લાગે? મનમાં ગણગણી જોયું.

  • ભાઇશ્રી જાની,
   મારી રચના “મનપ્યાસી” આપને ગમી અને આપે ગણીગણી પણ જોઇ એ વાંચી આનંદ થયો મારી અન્ય રચનાઓ પણ આપ વાંચશો તો આપને જરૂર ગાવાની ઇચ્છા થશે જેમાંની કેટલિકના નામ આ પ્રમાણે છે.
   “મારા કા’ન”,કાળો કાળો”,”બંસી”,”મોહન મથુરા જાયે”,”પાર્થ પૂછે”,”ગિરીવરધર”,”કાનો રંગે કાળો”,ઝનક ઝનક(આ બધા ભક્તિગીતો છે અને મને બહુ પ્રિય છે)”રૂપાળી”,”ફાગણ આયો”
   “કંઇ નથી” વગેરે બીજી ઘણી છે પણ એ મારી માતૃભાષામાં છે જે તમને નહિ ફાવે ખેર ફૂરસદે જોજો
   -પ્રભુલાલ ટાટારીઆ”ધુફારી”

  • ભાઇશ્રી જાની,
   મારી રચના “મનપ્યાસી” આપને ગમી અને આપે ગણીગણી પણ જોઇ એ વાંચી આનંદ થયો મારી અન્ય રચનાઓ પણ આપ વાંચશો તો આપને જરૂર ગાવાની ઇચ્છા થશે જેમાંની કેટલિકના નામ આ પ્રમાણે છે.
   “મારા કા’ન”,કાળો કાળો”,”બંસી”,”મોહન મથુરા જાયે”,”પાર્થ પૂછે”,”ગિરીવરધર”,”કાનો રંગે કાળો”,ઝનક ઝનક(આ બધા ભક્તિગીતો છે અને મને બહુ પ્રિય છે)”રૂપાળી”,”ફાગણ આયો””કંઇ નથી” વગેરે બીજી ઘણી છે પણ એ મારી માતૃભાષામાં છે જે તમને નહિ ફાવે ખેર ફૂરસદે જોજો
   -પ્રભુલાલ ટાટારીઆ”ધુફારી”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: