“શે’ર્સ-૧”

“શે’ર્સ-૧”
વાદળ વિખરાયા ચાંદ્લો ચમક્યો ચાંદની પથરાઇ ચારેકોર,
ને અજવાળી રાત દોડી દિવસ થાવા
     કૌમુદી ખીલી ને ક્યાંકથી ભમરો આવી ચડ્યો;
   કૌમુદી પુછે છે કેમ આજે ઓવર ટાઇમ છે?
કાગડાના માળામાં કકળાટ થયો ને પારેવું ફફડ્યું;
પારેવી બોલી આ દારૂડિયાની રોજની મ્હોકાણ.
   કુતરા લડ્યા ગળી રોટલી માટે 
     એકે કહ્યું બીજાને યાર આપીદે આજે મારો જન્મદિવસ છે.

૧૯/૦૩/૧૯૮૭

“કોણ છો તું?”

“કોણ છો તું?”
(રાગઃ યે તો કહો કૌન હો તુમ……..)


કહેને અલી કોણ છો તું?(૨)
મારી ભ્રમણાં ભાંગીને મારે જાણવી તને,
   તારો રેશમી સહચાર સખી માણવો મને……..કહેને
ભીની ભીની ખૂશ્બુ મસ્ત માટીમાંથી આવ
      જાણે તારા અંગો મહેકે ને મન રીઝવે,
       જાણે તારા અંગો મહેકે ને મન રીઝવે……કહેને
પર્વતોથી કલકલ ઝરણાંનો નાદ આવે,
   જાણે તારા અંગો મહેકે ને મન રીઝવે,
      જાણે તારા અંગો મહેકે ને મન રીઝવે…….કહેને
વાદળા ઝળુંબે ઉચાં પહાડના શિખર પર,
   પાલવ અટવાયો જાણે ઉતંગ ઉરોજ પર,
      પાલવ અટવાયો જાણે ઉતંગ ઉરોજ પર….કહેને
“ધુફારી’જ્યાં નજરતો આભાસ તારો આવે,
    આ બધાની વચ્ચે પ્રશ્ન પ્રભુને સતાવે,
       આ બધાની વચ્ચે પ્રશ્ન પ્રભુને સતાવે……..કહેને

 

૧૮/૦૩/૧૯૮૭ (પ્રયત્ન એપ્રિલ’૮૮માં પ્રકાશિત)

“મન પ્યાસી”

“મન પ્યાસી”
(રાગઃ ફૂલ કહે ભમરાને,ભમરો વાત વહે ગુંજનમાં……)

સાગર પુછેછે મુઝને,તું આજે કેમ ઉદાસી……..તારૂં મન શેનું છે પ્યાસી
મુઝમાંથી ઉભરાતી લહેરો,એક આવે એક જાતી;
એવી વિચાર વંટોળે મત,તારી કેમ મુંઝતી,
તેથી શું ગભરાવું સાથી,છોડ તું મન કંકાસી…….તારૂં મન શેનું છે પ્યાસી
અગણિત ઝહેર પચાવ્તા ઉરમાં,અમૃતના ભંડારો;
લોપીના મરજાદ કદીના કીધો દૂર કિનારો,
મસ્ત રહું છું મુઝ મસ્તીમાં,ક્યાંથી રહે ઉદાસી……તારૂં મન શેનું છે પ્યાસી
તું પણ મસ્ત “ધુફારી” થઇજા ચિંતાઓ સૌ ટળશે;
મુઝ વેળુમાં લે આળોટી મનને શાંતિ મળશે,
સમીર લઇ મુઝ શ્વાસે લડજે,જીત થશે અવિનાશી…તારૂં મન શેનું છે પ્યાસી
 
૦૧/૦૩/૧૯૮૭ (પ્રયત્ન જુન્’૮૮માં પ્રકાશિત)