“પ્રતિક્ષા”
(રાગઃ દિલકી નઝરસે નઝરો કે દિલસે……………..)
ઇચ્છાયે ન્હોતી,પ્રતિક્ષાયે ન્હોતી,
સોનેરી સાંજે આછા ઉજાસે;
ઊભો હતો હું અટુલો…………….ઇચ્છા
હું બેખબર થયોને અચાનક એ આવી,
એ કઇ ઘડી કઇ દિશાએથી ઓચીંતી આવી;
પાલવ લહેરાવ્યું ચિતડું ચોરાવ્યું,
સોનેરી સાંજે આછા ઉજાસે,
ઊભો હતો હું અટુલો…………….ઇચ્છા
ઓ રે જીગર મારૂં મોહ્યુંતું પહેલી નજરમાં,
ને એ હસી જ્યારે નઝરો મળી’તી નઝરમાં;
પાછી વળી’તી એ શું અદાથી,
સોનેરી સાંજે આછા ઉજાસે,
ઊભો હતો હું અટુલો…………….ઇચ્છા
મને તીરે નઝરમાં પરોવી દિવાલે જડ્યો છે,
હું લટ્કી રહ્યો છું જાણે ખીંટી પર મફલર પડ્યો છે;
આવે ફરીથી પ્રતિક્ષા છે એની,
સોનેરી સાંજે આછા ઉજાસે,
ઊભો હતો હું અટુલો…………….ઇચ્છા
૦૮/૦૨/૧૯૮૭
(પ્રયત્ન દિપોત્સવી’૮૭માં પ્રકાશિત)
Filed under: Poem |
Leave a Reply