“તંદ્રા”
(રાગઃ યે આંસુ મેરે દિલકી જુબાન હૈ………)
આ આલમ તંદ્રા કેરૂં કમાલ છે(૨)
દુનિયાને દેખાતાં સપના.
હું દેખું છું દિવા સપના………………….આ આલમ
નયન અટારીથી ઉતરીને,હ્રદય સિંહાસન પર તું બેસે;
રોમ રોમ આનંદ ઉર્મિની,સરવાણી ઝરણાં થઇ વહે છે;
આ ઝરણાંથી મહેરામણ રચાય છે……………આ આલમ
એ મહેરામણમાં તુજ સંગે,દુબવા તરવા ચાહું જ્યારે;
સ્વપ્ન સ્વર્ગથી પછડતો,પૃથ્વી પર આવું છું ત્યારે;
એ આભાસે”પ્રભુ” તંદ્રા વિલાય છે…………..આ આલમ
૨૮/૦૨/૧૯૮૭
Filed under: Poem |
Leave a Reply