“અખજા આસું”(ક્ચ્છી)

“અખજા આસું”(ક્ચ્છી)

કલૈયો કુંવર જેડો,નર જરા પ્રેમ ઘેલો,લગન લખણાં,ફેરા ચાર ફરી પાર થ્યો;
નપ્પટ ન કમ કરે,ચુલતે ચક્કર ફરે,ડસીને આચાર માડી કન ઝલે બાર કયો.
     કુડ મેં વઞીંને વઇ વાયલો ખણીને હથ,ખટલીજે ભધલેમેં ખટલો ભનાય પ્યો;
     ચિત્ત નતો ચોટે કડાં મનમેં માશુક રમે,ડુખે પાપે પંઢજા ડીં વઠો ઉલાય પ્યો.
પંઢમેં મગન ચડી ચક્કર વિચાર જે,પગ મથાં ચોરસીસે ખાસો છોતો ધાર ક્યો;
સટ કઢી નર ભગો અંગણ વટાંણો જડે, ઘરવારી રૂંધી ડઠે અનકે વિચાર થ્યો.
     પગ મેંથી વોંધો રાણો રત ડસી ઘરવારી,રડ વધેં વોય માડી સુર ઇ ભેંકાર થ્યો;
     ઘર મંજા માડી અચી તેલ-પાણી ઘટે કરે,પટી બધે પગતેં ત ઘામેં કીંક ઠાર થ્યો.
માડી કીંક પુછે મોર નર વજી રડ ચેતો,નોંકે ઐ રૂરાયાં કુલા કુરો ઇ આજાર થ્યો;
નોંને સસ મુરક્યા ને નોં વઞીં રસોડે લકી,સીંયા વીંયા નર તડે ભ્રમસે ભેજાર થ્યો.
     ચેં”ધુફારી” ફઠ તોકે લજ ન શરમ આવઇ,ઘાલાવેલી ગાલ કંધે તોકે ન વિચાર થ્યો?
     ડુંગરી સુધારે તેંસે અખીયે મેં આસું આયા, સુણી નર શિયાળે જીં પુછ વિજી બાર થ્યો.
    
૦૧/૦૩/૧૯૮૭

“તંદ્રા”

“તંદ્રા”
(રાગઃ યે આંસુ મેરે દિલકી જુબાન હૈ………)

આ આલમ તંદ્રા કેરૂં કમાલ છે(૨)
દુનિયાને દેખાતાં સપના.
હું દેખું છું દિવા સપના………………….આ આલમ
નયન અટારીથી ઉતરીને,હ્રદય સિંહાસન પર તું બેસે;
રોમ રોમ આનંદ ઉર્મિની,સરવાણી ઝરણાં થઇ વહે છે;
આ ઝરણાંથી મહેરામણ રચાય છે……………આ આલમ
એ મહેરામણમાં તુજ સંગે,દુબવા તરવા ચાહું જ્યારે;
સ્વપ્ન સ્વર્ગથી પછડતો,પૃથ્વી પર આવું છું ત્યારે;
એ આભાસે”પ્રભુ” તંદ્રા વિલાય છે…………..આ આલમ

૨૮/૦૨/૧૯૮૭

“પ્રતિક્ષા”

“પ્રતિક્ષા”
(રાગઃ દિલકી નઝરસે નઝરો કે દિલસે……………..)
ઇચ્છાયે ન્હોતી,પ્રતિક્ષાયે ન્હોતી,
સોનેરી સાંજે આછા ઉજાસે;
ઊભો હતો હું અટુલો…………….ઇચ્છા
હું બેખબર થયોને અચાનક એ આવી,
એ કઇ ઘડી કઇ દિશાએથી ઓચીંતી આવી;
પાલવ લહેરાવ્યું ચિતડું ચોરાવ્યું,
સોનેરી સાંજે આછા ઉજાસે,
ઊભો હતો હું અટુલો…………….ઇચ્છા
ઓ રે જીગર મારૂં મોહ્યુંતું પહેલી નજરમાં,
ને એ હસી જ્યારે નઝરો મળી’તી નઝરમાં;
પાછી વળી’તી એ શું અદાથી,
સોનેરી સાંજે આછા ઉજાસે,
ઊભો હતો હું અટુલો…………….ઇચ્છા
મને તીરે નઝરમાં પરોવી દિવાલે જડ્યો છે,
હું લટ્કી રહ્યો છું જાણે ખીંટી પર મફલર પડ્યો છે;
આવે ફરીથી પ્રતિક્ષા છે એની,
સોનેરી સાંજે આછા ઉજાસે,
ઊભો હતો હું અટુલો…………….ઇચ્છા

૦૮/૦૨/૧૯૮૭
(પ્રયત્ન દિપોત્સવી’૮૭માં પ્રકાશિત)