“શ્યામ”

“શ્યામ”
(રાગઃ રંગલો જામ્યો………….)

હે…..શ્યામરે(૨) મથુરાં તારૂં ધામ,હો નંદના છૈયા,કાળા કાળા કનૈયા;
ભુલ્યો તું ગોકુળગામ…………………………….હે શ્યામરે
(ચલતી) મથુરાં મોટું શહેર,,ગોકુળ નાનું ગામ (૨)………….હે શ્યામરે
માતા જશોદા જોતી વાટલડી,મટકુ ન મારતી એકે રાતલડી (૨)
હે..નંદજી(૨)સમજાવે બલરામ,હો નંદના છૈયા,કાળા કાળા કનૈયા;
ભુલ્યો તું ગોકુળગામ…………………………….હે શ્યામરે
(ચલતી) મથુરાં મોટું શહેર,,ગોકુળ નાનું ગામ (૨)………….હે શ્યામરે
વેષ વિજોગણ રાધા ભમતી,વૃંદાવનમાં વન વન ભટકતી(૨)
હે..પુછતી(૨)ક્યાં છે સુંદીર શ્યામ,હો નંદના છૈયા,કાળા કાળા કનૈયા;
ભુલ્યો તું ગોકુળગામ…………………………….હે શ્યામરે
(ચલતી) મથુરાં મોટું શહેર..ગોકુળ નાનું ગામ (૨)………….હે શ્યામરે
ગેડી દડાથી કોઇ ન રમતું,કુંજગલીમાં રાસ ન રમતું(૨)
હે..જમુના(૨) સુની સુની ઘનશ્યામ,હો નંદના છૈયા,કાળા કાળા કનૈયા;
ભુલ્યો તું ગોકુળગામ…………………………….હે શ્યામરે
(ચલતી) મથુરાં મોટું શહેર,,ગોકુળ નાનું ગામ (૨)………….હે શ્યામરે
દહીંના દોણાં મહી વલોણાં,કોઇ ન ફેરવે ઘમ્મર વલોણા(૨)
હે..ગોપીયું(૨)શોધે તુજ્ને શ્યામ,હો નંદના છૈયા,કાળા કાળા કનૈયા;
ભુલ્યો તું ગોકુળગામ…………………………….હે શ્યામરે
(ચલતી) મથુરાં મોટું શહેર,,ગોકુળ નાનું ગામ (૨)………….હે શ્યામરે
મથુરાં વાટે “પ્રભુ”દાણ ન માગે,વૃંદાવનમાં કોઇ વેણું ન વાગે(૨)
હે..ગાવડી(૨)શોધે સુંદીર શ્યામ,હો નંદના છૈયા,કાળા કાળા કનૈયા;
ભુલ્યો તું ગોકુળગામ…………………………….હે શ્યામરે
(ચલતી) મથુરાં મોટું શહેર,,ગોકુળ નાનું ગામ (૨)………….હે શ્યામરે

૦૮/૦૨/૧૯૮૭

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: