“ચીંચોડો”(ક્ચ્છી)

“ચીંચોડો”(ક્ચ્છી)

ચું ચું કરેં ભાવર ને ભેંણ ભેરા થઇને,ચ્યોં વઞીં મા કે તું સુણ ધ્યાન ડઇને
માડુએં જા છોરા ચેંતા મેળેમેં વેંધાસી અજ,ચક્કર ચીંચોડે જા લગાઇધાંસી વઇને 
ચીંચોડો વે કેડો માડી અજ તું ડેખાડ જરા,કેડી વેતી મોજ સે સુણાય જરા ચઇને
માડી ત મુંઝાણી જરા કીં કરે વતાઇયા ભલા,મોજ વે માણેંજી જુકો  કીં વતાય ચઇને?
સત્રોસો વિચાર આયા કમ ન કો’કારી આવઇ,ડરથી જ છેટે જરા ઢચ મની પઇ વઇ
બચલેંકે ચેતી માડી ચીંચોડે વેરાઇઆ હલો,પોય અચી ચોજા મુંકે કેડી મોજ પઇતે   
મનીકે ડેખાડે માડી બચલેંકે કેં અશારો,નંધરાકી મનીવારો પુછ ઝલ્યો વઇને
બચલા ત રાજી રાજી વઞીં વઠા પુછ મથે,ઠામુકી હીં ગાલ થીંધે મની ઉભી થઇ વઇ  
પુછતેં નઝર કેંત બચલા ઉંધરજા ડ્ઠે,ઝલે ગનાં હેર જાણે વાત ફાડે વઇને
પુછ સુધી પુજે નતો વાત મની માશી વારો,ગોલ ગોલ ફરે પઇ ભેજાર મની થઇને 
બુચકારે બચલેંકે ડર મંજા માડી ચેતી,ચીંચોડો ફરેતો હીંજ ગોલ ગોલ થઇને
કંટાળેલી મની જડે વઇને પછાડે પુછ,ડરમેં ભરાણાં બચ્ચા જટ સટ ડઇને             
બચલાચેં માડી મઠી ચીંચોડે જી મોજ ડઠી,”પ્રભુ”જી મનીજે પુછ સુંવાલે તે વઇને

૦૮/૦૨/૧૯૮૭

“શ્યામ”

“શ્યામ”
(રાગઃ રંગલો જામ્યો………….)

હે…..શ્યામરે(૨) મથુરાં તારૂં ધામ,હો નંદના છૈયા,કાળા કાળા કનૈયા;
ભુલ્યો તું ગોકુળગામ…………………………….હે શ્યામરે
(ચલતી) મથુરાં મોટું શહેર,,ગોકુળ નાનું ગામ (૨)………….હે શ્યામરે
માતા જશોદા જોતી વાટલડી,મટકુ ન મારતી એકે રાતલડી (૨)
હે..નંદજી(૨)સમજાવે બલરામ,હો નંદના છૈયા,કાળા કાળા કનૈયા;
ભુલ્યો તું ગોકુળગામ…………………………….હે શ્યામરે
(ચલતી) મથુરાં મોટું શહેર,,ગોકુળ નાનું ગામ (૨)………….હે શ્યામરે
વેષ વિજોગણ રાધા ભમતી,વૃંદાવનમાં વન વન ભટકતી(૨)
હે..પુછતી(૨)ક્યાં છે સુંદીર શ્યામ,હો નંદના છૈયા,કાળા કાળા કનૈયા;
ભુલ્યો તું ગોકુળગામ…………………………….હે શ્યામરે
(ચલતી) મથુરાં મોટું શહેર..ગોકુળ નાનું ગામ (૨)………….હે શ્યામરે
ગેડી દડાથી કોઇ ન રમતું,કુંજગલીમાં રાસ ન રમતું(૨)
હે..જમુના(૨) સુની સુની ઘનશ્યામ,હો નંદના છૈયા,કાળા કાળા કનૈયા;
ભુલ્યો તું ગોકુળગામ…………………………….હે શ્યામરે
(ચલતી) મથુરાં મોટું શહેર,,ગોકુળ નાનું ગામ (૨)………….હે શ્યામરે
દહીંના દોણાં મહી વલોણાં,કોઇ ન ફેરવે ઘમ્મર વલોણા(૨)
હે..ગોપીયું(૨)શોધે તુજ્ને શ્યામ,હો નંદના છૈયા,કાળા કાળા કનૈયા;
ભુલ્યો તું ગોકુળગામ…………………………….હે શ્યામરે
(ચલતી) મથુરાં મોટું શહેર,,ગોકુળ નાનું ગામ (૨)………….હે શ્યામરે
મથુરાં વાટે “પ્રભુ”દાણ ન માગે,વૃંદાવનમાં કોઇ વેણું ન વાગે(૨)
હે..ગાવડી(૨)શોધે સુંદીર શ્યામ,હો નંદના છૈયા,કાળા કાળા કનૈયા;
ભુલ્યો તું ગોકુળગામ…………………………….હે શ્યામરે
(ચલતી) મથુરાં મોટું શહેર,,ગોકુળ નાનું ગામ (૨)………….હે શ્યામરે

૦૮/૦૨/૧૯૮૭

“કાનુડો કારો”(કચ્છી)

“કાનુડો કારો”(કચ્છી)
(રાગઃ ઉડીજા ભમરા આગો જા ભમરા……..)

સચ્ચો ચાંતો માવડી તોજા સોં માવડી(૨)
માવડી રે…હી ગોપીયું ઐયે નપટ કૂડીયું ઓ માવડી…..સચ્ચો
આઉંત વ્યોવોસેં પાંજી ગાયું ચરાયલાય(૨)
ગાયું ચરાયને પાણી પીરાયલાય(૨)
માવડી રે..ઉતે ભેરી થયુંને મુંકે ઘેર્યો ઓ માવડી……..સચ્ચો
ઇની મું વટાનું ઘચ પાણી ભરાંયોં(૨)
ઇની મું વટાનું મથે માટીયું ખણાયોં(૨)
માવડી રે..પોય માટલી તૂટી ત મુકેં માર્યો ઓ માવડી…..સચ્ચો
હકડો ડીં ભેરી થઇ ત્રાગડો રચાયોં(૨)
મખ્ખણ ડેખાડે મુંકે નાચ પણ નચાયોં(૨)
માવડી રે..પોય મખ્ખણજો ચોર ચઇ ચોર્યો ઓ માવડી….સચ્ચો
પંઢ ઐ રૂપાળ્યું સે એંટ મેં હલેંત્યું(૨)
મુકે કારો કારો ચઇ રોજ ચોરીએત્યું(૨)
માવડી રે..અરધાસ પ્રભુડાસ કરે હાર્યો ઓ માવડી…….સચ્ચો

૦૮/૦૨/૧૯૮૭

“મેળો”(ક્ચ્છી)*

“મેળો”(ક્ચ્છી)*
(રાગઃઆઉં ત હલા ન ભેણ નગર ભજાર……)

આઉં ત હલાં ન સજણ,એ સજણ,એ સજણ મેળે ધરાર
જખે જે મેળે અચેં,જખે જે મેળે અચેં માડુડા હજાર……..આઉં ત
રેશમજો લાલ ગવન(૨)મુકે મંગાય ડે, 
ખોંભીયું મલીર મું(૨)ઉછ્યા હજાર…………………………આઉં ત
અલાચેજો કમખોને(૨)ઘાઘરો સભાય ડે,
છીંટજા છટારા(૨)મું પેરયા જમાર…………………………આઉં ત
તેલ ફૂલેલ મથે(૨) અંતરજી સીસી સજી,
કોરે આંભુડે કીં(૨)કઢાજે ન જમાર…………………………આઉં ત
હાથીજે ડંધજી(૨)ચૂડીયું મડાય ડે,
ગેંઢેજી બંગડીમું(૨)પેરૈઇ હજાર…………………………….આઉં ત
આંગરીએ વેઢ,વારી(૨)ગંઠો ને ઠોડીયા,
તેં વગર થીએ ન કડે(૨)સોઢો સણગાર…………………..આઉં ત
પગમેં રૂપેજા વેં(૨)કડલાં ને કાંભીયું,
તેં મથે જરૂર ખપે(૨)ઝાંઝર જણકાર………………………આઉં ત
હથે પગે મેંધી રખાં(૨)રતે ચોપ રંગજી,
અતરો થીએ ત હલાં(૨)મેળે ધીલધાર…………………….આઉં ત

૦૮/૦૨/૧૯૮૭ 
*જખ(યક્ષ બઉંતેરા)નો મેળો એ કચ્છમાં ભરાતો સૌથી મોટો છે.