“ઋતુરાજ”

“ઋતુરાજ”
(રાગઃ હિન્દ તું સાથી પડ્યો છે કાળ ચક્કરમાં ફસી…)

કામણ કરેલાં કંઠથી,કુંજન કરે ક્યાં કોકિલા;
ક્યાં છે કહો કોઇ કહો,મુજને બતાવો કોકિલા
કોકિલ કરે છે શોર તે,ઋતુરાજ શું આવ્ય ખરે;
ક્યાંથી બને માનું નહી,સરતાજ મુઝ ના’વ્યા ઘરે
રેશમ સમાણા ધોયેલા,ભીના હજુ મુઝ કેશ છે
પ્રિતમ તુહી પ્રિતમ તુહી રટતી વિજોગણ વેશ છે
મોગરાની વેણીઓ માલણ હજુ લાવી નથી;
મહેંદી રચી છે ક્યારની,પણ રંગ એ લાવી નથી
વાદળ વિનાના વ્યોમ જેવી,આંખ છે કોરી હજુ;
લોચન મહીં કાજળ લગાવી,ધાર ના દોરી હજુ
ચંદ્રની આભા વિનાના,આભ જેવો ભાલ છે;
સૌભાગ્યની બિંદી વિના,ના શોભતું મુખ મ્લાન છે
જીર્ણ ને જુની થયેલી,ચુડીઓ છે હાથમાં;
એ બંગડી પહેરી નથી,ખનકે પિયુના સાથમાં
જેવી દિસંતી છું ભલે,તેવી દીશું મન મીતને;
શણગારછે સાજન અમારો,પરખે હ્રદયની પ્રીતને

૧૩/૦૨/૧૯૭૦

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: