“પ્રિત કસુંબલ”

“પ્રિત કસુંબલ”
(રાગઃબહાર)

પ્રિત પિયુ તવ રંગ કસુંબલ(૨)
તવ મનમંદિરમાં મુઝને હું;
મુઝમાં તુઝને દેખું સાજન……પ્રિત પિયુ
ઉભય જીવન કેરા ઉપવાનમાં;
હું સુહાસ તું ફૂલ પ્રફૂલ્લિત…..પ્રિત પિયુ
નયન કસુંબી હોઠ કસુંબી;
ઓઢું ચુંદ્ડી રંગ કસુંબી…….પ્રિત પિયુ
તવ મુખ દર્પણમાં નીરખી;
કુમકુમથી મુઝ માંગ ભરૂં હું….પ્રિત પિયુ

૦૪/૦૫/૧૯૭૪

“અજંપો”

“અજંપો”
(રાગઃ ફૂલ કહે ભમરાને,ભમરો વાત વહે ગુંજનમાં…….)

હૈયેથી હોઠે આવી પણ હોઠ પડયા બંધનમાં
સાજન મનની રહી ગઇ મનમાં
વિરહ વ્યથિત આ હૈયું મારૂં જ્યાં જાઉ મુઝ સંગે,
અજબ ગજબ આ દુનિયા કેરૂં કોઈ રંગના રંગે;
મુઝ મન મંઝિલ તું જ્યાં સાજન,
વ્યર્થ ભટકવું વનમાં………………સાજન મનની
અરમાનોના ખુન સમું આ મહેંદીનો રંગ લાગે,
ઝાંઝર કે કંગન રણકારે અરમાનો મન જાગે;
વિત્યા દિનની યાદો સાજન,
મુક્તપંખી ઉપવનમાં………………સાજન મનની
શું કહેવું ના કહેવું તુઝને એમાં મન અટવાતું,
વસંત થઇને આવ્યો તું પણ મન મારૂં મુરઝાતું;
હોઠ ખુલ્યાં કંઇ કહેવા સાજન
સ્પર્શ તણાં સ્પંદનમાં………………સાજન મનની

૨૮/૦૨/૧૯૭૪

“એકલવીર” (કચ્છી)

“એકલવીર” (કચ્છી)
એક વાણંદને એક દિવસ એકલવીર થવાની ખેવના જાગી,એની ઇચ્છા શી હતી અને મળ્યું શું તે પર
મારી માતૃભાષામાં એક રચના

સત્રુજે સંહારલાય સ્વંયં ભવાની શક્તિ,સોંપેવે શિવાજીકે ચેતો ઇતીહાસ ઇ
થીણું એકલવીર પાંકે ઉરમેં અભરખો રખ,કમર કસીને નર તપી તૈયાર થ્યો
અપુજ વરી અગોચર ડેવીજો થાનક ડસી,આરંભે આરાધ સચી લગો લવલીનમેં
પ્રગટ થઇ મા ભવાની મંગ ચે વરડાન ત ચેં,જાટ્કે વઢાજે સો એડો હથિયાર ડે
ત્રપાખિયો ત્રશુરજો તોડે ડને હથમેં,ખણી વેજ લ્વાર વટે જકી ઘડે પંઢજે મનસે
ત્રશુરજો ટુકર અચી ડને લવે લ્વાર કે,ઘડ હથિયાર લવા તું તોજે વિચાર સે
આડો ન્યારે ઊભો ન્યારે સત્રોસો વિચાર કરે,સરસ સજાયો ઘડે લવે તખીધારજો
આરાધ વઇ સાવ સચી શક્તિજો વરડાન સચો,મથા ન મથેજા વાર સો વઢાજે જટકે
ચાલુ થ્યો ચાલુ આય ચાલુઅ પ્રલે સુધી રોંધોં,એકલવીરજો જુધ “પ્રભુ”ચે સંસારમેં

૦૭/૦૧/૧૯૭૩

“પ્રિય હરસુખ કે” (કચ્છી)*

પ્રિય હરસુખ કે” (કચ્છી)*

 

વગર પીછાણે પંથ પથિક થઇને જડે,હેકલો વોસે હિન જીયણજી વાટતે

મંગળ હુંધી મઠા કો જાણે કેડી ઘડી,ઓચીતો તું અચી મલે જીયણ ત્રવાટતે

ડ્પ લગે ડીંજો જડાં રાતજા રખોપા કુરો,અચીને ઉગારે એડે અકળ એકાંતસે

ભૂતસે ભેંકાર ભની ખલીને ખીખટ કરે,ભાવીકે ઉજારે તોજે પ્રેમજે પરકાશસે

રણમેં ડીસાજે નત ઝાંઝવેજ નીર તત,વ્હાલપજી વીરડી વતાય મઠે વેણસે

અક નતો ઉગે જત થૂર કોબાવરિયા,લીલુડી કુંજાર ડ્ઠી તત તોજે નેણસે

કકરે કકાતીએજા મુલવ્યાવા મુલ ગણે,સચો ધન સોધગર પરખે હજરમેં

ભગીની,વડીલ બંધુ યાર તોકે ચાં સે વલા,રતમેં સમાણે જેડો હૈડેજે હારમેં

 

૨૮/૦૭/૧૯૭૦

*મારા સ્વર્ગસ્થ મિત્રની મિત્રતા પર મારા ઉરમાં ઉદભવેલી ઊર્મિઓ

“ઋતુરાજ”

“ઋતુરાજ”
(રાગઃ હિન્દ તું સાથી પડ્યો છે કાળ ચક્કરમાં ફસી…)

કામણ કરેલાં કંઠથી,કુંજન કરે ક્યાં કોકિલા;
ક્યાં છે કહો કોઇ કહો,મુજને બતાવો કોકિલા
કોકિલ કરે છે શોર તે,ઋતુરાજ શું આવ્ય ખરે;
ક્યાંથી બને માનું નહી,સરતાજ મુઝ ના’વ્યા ઘરે
રેશમ સમાણા ધોયેલા,ભીના હજુ મુઝ કેશ છે
પ્રિતમ તુહી પ્રિતમ તુહી રટતી વિજોગણ વેશ છે
મોગરાની વેણીઓ માલણ હજુ લાવી નથી;
મહેંદી રચી છે ક્યારની,પણ રંગ એ લાવી નથી
વાદળ વિનાના વ્યોમ જેવી,આંખ છે કોરી હજુ;
લોચન મહીં કાજળ લગાવી,ધાર ના દોરી હજુ
ચંદ્રની આભા વિનાના,આભ જેવો ભાલ છે;
સૌભાગ્યની બિંદી વિના,ના શોભતું મુખ મ્લાન છે
જીર્ણ ને જુની થયેલી,ચુડીઓ છે હાથમાં;
એ બંગડી પહેરી નથી,ખનકે પિયુના સાથમાં
જેવી દિસંતી છું ભલે,તેવી દીશું મન મીતને;
શણગારછે સાજન અમારો,પરખે હ્રદયની પ્રીતને

૧૩/૦૨/૧૯૭૦