“નહીં તો સારૂં”
(રાગઃ ભુલવા મને છો સ્મરણ ભુલાય ક્યાંથી…….)
માણીશું મોજ એની,ભુલવું ભલે અકારૂં;
યૌવન તણા એ ઓજસ,પથરાય નહીં તો સારૂં….માણીશું મોજ
હસતી હતી તું જાણે,કલિકા કો’પુષ્પ કેરી;
ખિલતું એ હાસ્ય કે’દી,કરમાય નહીં તો સારૂં……માણીશું મોજ
ચાલી હતી તું જાણે,લહેરી સમિરની કો’;
મારા હ્રદયને શ્પર્શી,અટવાય નહીંતો સારૂં……..માણીશું મોજ
માદક પળો મિલનની,જાણે શરાબ પ્યાલી;
હોઠે અડે એ પહેલા,ઢોળાય નહીં તો સારૂં……..માણીશું મોજ
વેણી રચવું ન્યારી,યાદોના મોતીઓની;
અર્પુ તને એ પહેલાં,વિખરાય નહીં તો સારૂં…….માણીશું મોજ
અજવાળતા જીવનના,માર્ગો પ્રણયના દિપક;
મંજીલ મળે એ પહેલા,વિલાય નહીં તો સારૂં……માણીશું મોજ
સાનિધ્યમાં “પ્રભુ”ના,રહેવાની ઝંખના છે;
આ વાદળા વિરહના,ઘેરાય નહીં તો સારૂં……..માણીશું મોજ
૦૨/૦૫/૧૯૬૯
Filed under: Poem |
[…] https://dhufari.wordpress.com/2008/09/30/%e0%aa%a8%e0%aa%b9%e0%ab%80%e0%aa%82-%e0%aa%a4%e0%ab%8b-%e0%… Categories: અન્ય બ્લોગ ઉપરથી ગમે Comments (0) Trackbacks (0) Leave a comment Trackback […]
Mr.Shah
Thsnkd for visit