“ત્યાં તારૂં નહી કામ”

“ત્યાં તારૂં નહી કામ”
(રાગઃ એક ગોકુળ સરખું ગામ…..)

શાને સંતાતો તું ચાંદ,જોઇ મને સંતાતો તું આમ;
કો રમતી કોળી વાદલળીને,કરતો તું બદનામ……..શાને સંતાતો
હ્રદય ગગનમાં રમતી,પ્રિત બની ચંદ્રિકા મારી(૨)
અજવાળે મુજ માર્ગ જીવનના,ત્યાં તારૂં નહી કામ…..શાને સંતાતો
બીજ બની બંકિમા તું,પૂર્ણ ખિલે પૂનમથી ક્યારે;
સદા ખીલે જ્યાં પ્રિત પૂનમની,ત્યાં તારૂં નહી કામ…..શાને સંતાતો
જોઇ તને ખીલંતી,હો કરોડ કૌમુડદીની નાયક;
“પ્રભુ”પ્રભુ નિત રટે પ્રિયતમા,ત્યાં તારૂં નહી કામ….શાને સંતાતો

૨૮/૦૧/૧૯૭૦

“ખલક હી ખાલી” (કચ્છી)

“ખલક હી ખાલી” (કચ્છી)
(રાગઃ ભુલવા મને કહો છો, સ્મક્રણો ભુલાય ક્યાંથી…)

કામણ કરેને કેડી,કસુંબલ પિરાય પ્યાલી;
તો વટ લગો ભરેલો,ધીલ ઉ લગેતો ખાલી…..કામણ કરેને કેડી
ચંચળ ચોવાજે ચિત સે,પેલી નજરમેં ચોરે;
ચિતભ્રમ જેડો ભાસે,ભ્રમણા ડીસાજે ખાલી……કામણ કરેને કેડી
ઉ મસ્ત થઇને ફરણું,કીં બેફિકર બે પરવાહ;
ભાસેતો હાણે ભમણું,ભવમેં ભટકણું ખાલી……કામણ કરેને કેડી
કેણું કુરો ન સમજાં,ડિસજે ન ડિસ કો સવરી;
વિચાર કો અચે ન,ભેજો ડીઠો ખાલી……….કામણ કરેને કેડી
શાંતિ વરે રખેને,જોલા અચે અગર બ;
મીંચાજે નેણ ક્યાંનું,નિધર વગર ઇ ખાલી……કામણ કરેને કેડી
વીંઞીંને પુછાતો જેકે,ન્યાર્યા કૈંયે ઉ મુકે;
ડીંતા જભાભમેં ઉ,મુશ્કાન હકડી ખાલી………કામણ કરેને કેડી
ઐં ઉ જ સૌ સગા ને,ઐં ઉ જ સૌ કુટુમ્બી;
કો જાણે તો વગર ઇ,ઘર કીં લગેતો ખલી……કામણ કરેને કેડી
ધિલજો “પ્રભુ” ત ધરધી,એડી લગાય લગની;
હાજર ન રેં અગર તું,ડીસજે ખલક હી ખાલી…..કામણ કરેને કેડી

૨૩/૧૧/૧૯૬૯

“કલ્પના”

“કલ્પના”
(રાગઃ હિન્દ તું શા’થી પડ્યો છેં કાળ ચક્કરમાં ફસી……)

હું કવિ તું કલ્પ્ના મમ કાવ્ય કેરા કુંજની;
પધ મારા છે પ્રકાશિત તવ પ્રણયના પુંજથી……હું કવિ તું
નીલરંગી વ્યોમનું હું,નીલપંખી પાંખી પાંખ તું;
એ વ્યોમમાં પણ રાચતી,ને કાવ્ય રચતી આંખ તું…હું કવિ તું
એ વસંતી વૃક્ષ હું,જે પ્રેમથી પલ્વિત સદા;
વિહવળ થઇ વિટળાયેલી,તું વેલ અળગી ના કદા…હું કવિ તું
કો અગોચર અર્ધવિકસીત,પુષ્પ હું અનજાન છું;
મહેકાવજે થઇને મહેંક,મારૂં જીવન ઉધાન તું……હું કવિ તું
ગાતો રહ્યો છું ગાઉં છું,ગાતો રહું એ ચાહું છું;
સર્જન સમય સાનિધ્યમાં,રહેજે “પ્રભુ”ના ચાહું છું…હું કવિ તું

૧૩/૦૭/૧૯૬૯

“નહીં તો સારૂં”

“નહીં તો સારૂં”
(રાગઃ ભુલવા મને છો સ્મરણ ભુલાય ક્યાંથી…….)

માણીશું મોજ એની,ભુલવું ભલે અકારૂં;
યૌવન તણા એ ઓજસ,પથરાય નહીં તો સારૂં….માણીશું મોજ
હસતી હતી તું જાણે,કલિકા કો’પુષ્પ કેરી;
ખિલતું એ હાસ્ય કે’દી,કરમાય નહીં તો સારૂં……માણીશું મોજ
ચાલી હતી તું જાણે,લહેરી સમિરની કો’;
મારા હ્રદયને શ્પર્શી,અટવાય નહીંતો સારૂં……..માણીશું મોજ
માદક પળો મિલનની,જાણે શરાબ પ્યાલી;
હોઠે અડે એ પહેલા,ઢોળાય નહીં  તો સારૂં……..માણીશું મોજ
વેણી રચવું ન્યારી,યાદોના મોતીઓની;
અર્પુ તને એ પહેલાં,વિખરાય નહીં તો સારૂં…….માણીશું મોજ
અજવાળતા જીવનના,માર્ગો પ્રણયના દિપક;
મંજીલ મળે એ પહેલા,વિલાય નહીં તો સારૂં……માણીશું મોજ
સાનિધ્યમાં “પ્રભુ”ના,રહેવાની ઝંખના છે;
આ વાદળા વિરહના,ઘેરાય નહીં તો સારૂં……..માણીશું મોજ

૦૨/૦૫/૧૯૬૯