“ખાંપણ્”

“ખાંપણ્”
    પોષ માસ પુરો થવાઆવ્યો હતો પણ ઠંડીએ મચક ન આપી.બપોર જરા હુંફાળી લાગતી પણ સવાર સાંજ તો હજુ એવા ને એવા ટાઢાબોળ હતા.છેલ્લા ત્રણ દિવસથી તો સખત ઠંડો પવન ફૂંકતો હતો,જાણે કેટલા વરસનું સાટું વાળવા નિકળ્યો હોય,તેમાં આ પાનકોર ડોશીનું ઓચીતું અવસાન થયું.પાનકોરમાનું કોઇ સ્વજન તો હતું નહી એટ્લે આડોશ પાડોશના સંભાળ લેતાં અને એ ખર્યુ પાન આજ ખરેખર ખરી પડ્યું.
      બપોરની ચ્હા આપવા ગોદાવરી ગઇ ત્યારે તેણી સુતેલા પાનકોર્મા ને જ્ગાડ્વા માજી માજી
એમ બે ત્રણ બુમ પાડી પણ જવાબ ન મળતા તેણીએ ઢંઢોડ્વાના આશયથી પાનકોર્માના
ખભાને પકડ્વા હાથ અને તેણીનો હાથ ઠંડા પડી ગયેલા શબને અડ્તાં તેણીના હાથમાંથી ચ્હા નો પ્યાલો છટકી ગયો અને એક આછી ચીસ પડાઇ ગઈ હાય હાય આ તો ગુજરી ગયા. તેણી
એ ઝટપટ ફળિયામાં આવી ને બુમ પાડી.
“અરે રાજુભાઇ,જનુભાઇ,વિનોદભાઇ દોડ્જો રે પાનકોરમા ગુજરી ગયા”
     જરાવારમાં તો વાત ફેલાઇ ગઇ કે,પાનકોરમાં ગુજરી ગયા એટ્લે મને કે કમને કે લોક
લાજે માણસો ભેગા થયા આને સ્મશાનયાત્રાની તૈયારી કરવા લાગ્યા.
“પાનકોરમા ભાગ્યશાળી આજે ષટ્તીલ્લા એકાદશીના ગુજરી ગયા”
“આપણે જ અભાગિયા કે આવી ઠંડીસાંજમાં ડોશીને સ્મશાને લઇ જવી”
“ડોશીમા પીડામાંથી છુટયા”
“હા ને આપણે અટકયા”
“ભઇ બધાને એ જ રસ્તે સ્મશાને જવાનું છે”
“આજ નહી તો કાલે”
“હા એ જ છેલ્લો રસ્તો છે”
“પણ આવી કાતીલ ઠંડીમાં?”
“ભાઇ મોત કોઇને પુછીને નથી આવતું ,ઠંડી હોય કે ગરમી એને બધું સરખું”
“એનું ઠેસણ આવ્યું ને એ ઉતરી ગયા,ભાઇ જલ્દી કરો રાત થવા આવી”
“શરીરમાં જાજું ાકંઇ છે નહી,વાર નહી લાગે”
“હા…રે,કંતાયેલું શરીર છે,બે કલાક્માં ખુલાસો”
“અહી ગામમાં લાગે છે તે કરતા વધુ ઠંડી ત્યાં દરિયા કિનારે સ્મશાનમાં લાગશે”
“એ તો જેવા પડશે એવા દેવાશે”
     આખરે પાનકોરડોશીને સ્મશાને લઇ ગયા.ઝટપટ પતાવવાના આશયથી અંતિમ સ્નાન
માટે દરિયામાં દેહ જબોડ્યું અને દરિયાનું પાણી પાનકોરમાના દેહને અડ્યું ન અડ્યું ને પાછું લઇને.લાલમદ્રાસી ખાંપણ હજુ ભીજયું પણ ન્હોતું જે શબ ઉપરથી દૂર થતાં હવાના ઝાપટે ગોટો વળી દોડ્વા લાગ્યું.એક લીડર જેવાએ આ જોયું એટ્લે બાજુમાં ઉભેલા યુવાનને કહ્યું
“નરૂ દોડ્તો,ખાંપણ લઇ આવ એ જાય……..”
    નરૂ ગોટો વળી દોડતા એ લાલમદ્રાસી કાપડને પકડ્વા દોડ્યો પણ એક જોરદાર પવનના
ઝ્પાટામાં એ ગોટો ક્યાં નો ક્યાં નિકળી ગયો.નરૂએ દોડવાની ઝડપ વધારી અને ઘણા દૂર નીકળી ગયા બાદ તેણે એસ્બેસટોસના તૂટેલા પતરા,ઝંખરા અને પથ્થરોના સમુહ જેવા ઢગલા
માં એ કપડુ અટ્વાતું દૂરથી જોયું એટલે હાશ અનુભવતા દોડવાનું બંધ કરી ઝડપથી ચાલવા
લાગ્યો.
   જ્યારે એ કપડું જ્યાં અટ્વાયું હ્તું એ સ્થળની નજીક પહોંચ્યો ત્યારે તેણે કપડું સરક્તું જોયું
ઝડપથી દોડીને તેણે એ કાપડનો છેડો પકડી લીધો અને ખેંચવા લાગ્યો.નરૂને લાગ્યું કે,સામે
છેડેથી પણ કોઇ ખેંચી રહ્યું છે એટલે નરૂએ ખેંચાતા કાપડ સાથે ખેંચાઇને જોયું તો એસ્બેસટોસ
ના તૂટોલા પતરા,ઝાંખરા અને પથ્થરનો સમુહ એક કુબો હ્તો જેમાં એક દુબડી પાતળી પ્રૌઢા પોતાના તદન નગ્ન દેહને એ લાલમદ્રાસી ખાંપણથી ઢાંકવાની કોશિશ કરી રહી હતી. નરૂની
વિસફરિત આંખો અને પ્રૌઢાની નિઃસહાય આંખો મળી અને નરૂના હાથમાંથી ખાંપણનો છેડો સરી પડ્યો.

4 Responses

 1. Bahuj saras stories lakhi che…aava samay manas ne samjay nai ke su karvu..tyre em lage ke aa khapan ni vadhare jarur e lash karta e dosima vadhare jarur hati…e j khapan ne manas gare lavta pan dare ane e khapan hatu je e dosima mate ashirwad roop hatu…nice story… i learned something new ….keep it up….waiting for your new stories…

 2. સમાજની કરુણતા સરસ ચીતરી છે.
  આવી જ એક કવીતા વાંચી હતી. નિરવ પટેલની ( દલીત લેખક )

  મારા શામળિયે મારી હુંડી પૂરી-
  નીકર બબલીના ગવનનું આણું શેં નેંકળત?

  ચાવંડાની બાધા ફળી
  ને જવાન જોધ ગરાહણી ફાટી પડી …
  એની ઠાઠડીને ઓઢાડ્યું રાતું ગવન !

  રાતીચોળ ચેહ બળે
  ને આકડાના છોડે રાતું ગવન લહેરાય !

  આખી કવીતા અને મારું રસ દર્શન વાંચો –
  http://layastaro.com/?p=489

 3. સમાજની વરવી બાજુ સફળતાપૂર્વક રજૂ કરતી વાર્તા!

  • ભાઇશ્રી યશવંત
   મજ્કુર વાર્તા એ મેં પ્રત્યક્ષ જોએલી વસ્તુ સ્થિતી પર જ આધારીત છે.આપના અંતરને સ્પર્શી ગઇ હશે એમ આપના અભિપ્રાય પરથી લાગે છે.મારી મહેનત સાર્થક થઇ. આમ તો મારા બ્લોગ પરની બધી વાર્તાઓ સત્ય ઘટના પર જ આધારિત છે ફુરસદે જરૂર વાંચશો.
   અસ્તુ
   -પ્રભુલાલ ટાટારીઆ”ધુફારી”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: