“અર્ધાગિંની”

“અર્ધાગિંની”
(રાગઃભુલવા મને કહો છો સ્મરણો ભુલાય ક્યાથી)
અર્ધાગિની મળેતો કોઇ રૂપગર્વિતા હો
માંગ્યું નથી મેં એવું,હ્રદય રંજીતા છો……..અર્ધાગિની
રતિના સમી હો કાંતિ,મદ્થી ભરેલા અંગો
માંગ્યું હતું અરે મેં,જે શાંત દેહલત્તા હો…….અર્ધાગિની
મદિરા ભરેલી આંખો દિવાના દિલ કરે જે
હું તો નયન એ માંગું જે પ્રણય છલકતા હો….અર્ધાગિની
મુઝ હ્રદયમાં વસે જે,મુઝને જ જે ચહે છે
સુખ કષ્ટ જે સહે છે,જ્યાં હ્રદય ઐક્ય્તા હો…..અર્ધાગિની
મનની તું માનુની છો,મારા હ્રદયનું અમૃત
ધુંધવાયેલા જીવનની,તું એક સૌમ્યતા છો…..અર્ધાગિની

૦૫/૦૫/૧૯૬૮

“નિંદ્રા”

“નિંદ્રા”

આવે આવે ને ઉડી જાય,નિંદ્રા મારી નયનોથી ઉડીઉડિ જાય
પ્રણય કેરા રંગમાં,નૃત્યના તરંગમાં
મનડું નાચે તારી કલ્પનાના રંગમાં
તેથી શી તૃપ્તી થાય,યાદ તારી આવે આવે ને ઉડી જાય
મધુ’સા રસિલા,પ્રણયથી લચેલા
શબ્દ શબ્દ હ્રદય કેરા બોલથી રચેલા  
પત્રો વાચે ન પ્યાસ જાય,યાદ તારી આવે આવે ને ઉડી જાય
સ્વપ્નમાં કે સત્યમાં,પ્રણય કેરી પ્યાસમાં
બાવરા નયન તને,પામવાની આશમાં
થાકી થાકીને મળી જાય,યાદ તારી આવે આવે ને ઉડી જાય

૧૪/૦૨/૧૯૬૮