“સ્વપ્ન સૃષ્ટી”
(રાગઃ તારી વાંકીરે પાઘલડીનું ફુંમકુંરે)
કદી આંખજો મારી મિચાય છે રે,ત્યાં રચાય છે રે
સ્વપ્ન સૃષ્ટિ એ પરીઓના દેશની,
નહિ કલ્પેલું એમાં દેખાય છે રે,ત્યાં રચાય છે રે
સ્વપ્ન સૃષ્ટિ એ પરીઓના દેશની.
અજોડ એની રંગભૂમિ અવનવી,અદશ્ય એનું સ્થાન
નયન પડળના આડ્માં એનું એક જ ઉગમ સ્થાન
જેવું(૩)સંગમ પડળનું થાય છે રે ત્યાં રચાય છે રે
સ્વપ્ન સૃષ્ટિ એ પરીઓના દેશની
રવિ તણું તેજ નહિ ચાંદાની ચાંદની,નહિ કોઇ જ્યોતને સ્થાન
પૂર્ણપણે છાઇને કોણ ત્યાં પ્રકાશતું,લાગતું ના કંઇ અનુમાન
એવા(૩)તેજના ફૂવારા દેખાય રે ત્યાં રચાય છે રે
સ્વપ્ન સૃષ્ટિ એ પરીઓના દેશની
કોને કહું પશ્ચિમ ને પૂર્વ ક્યાં જાણવી,ઉત્તર દક્ષિણ ને સ્થાન
એંધાણી નહિ કો અગ્નિ દિશાની, નૈઋત્ય વાયવ્ય ઇશાન
એવું(૩) ઐકય દિશાનું દેખાય છે રે ત્યાં રચાય છે રે
સ્વપ્ન સૃષ્ટિ એ પરીઓના દેશની
ધુમ્મસ સા વાદળાની મધ્ય ગુલાબકળી,ફૂલકળી મધ્યમાં તું
ઇન્દ્ર્ધનુષ્ય રંગ અંગ પતંગિયાની,જોયો અસ્વાર હ્તો હું
જેવી(૩)કળી ખીલીને ફૂલ થાય છે રે ત્યાં મિલન “પ્રભુ”થી થાય છે રે
સ્વપ્ન સૃષ્ટિ એ પરીઓના દેશની
૦૮/૦૧/૧૯૬૮
Filed under: Poem | Leave a comment »