“સમી સાંજ્”

ચોમાસાની ઋતુ હતી ત્યારે પડોશમાં એક વ્યક્તિના અવસાનના કારણે સ્મશાનમ જવાનું થયું ત્યાં અંતીમ સંસ્કાર પછી સમુદ્રમાં જ સ્નાન કર્યુ અને પછી સાર્વજનિક સ્નાનાઘરમાં પણ ન્હાયા.ઘેર આવ્યા ત્યારે કહ્યું તું સ્મશાનમાં ગયો હતો શબને અડયાથી તને “તારા સૂતક” લાગે એટ્લે તારા જોયા બાદ જ તને ખાવા પીવા મળશે.પણ આવા વાદળિયા વાતાવરામાં તારા ક્યાં શોધવા? મેં કહ્યું
તો રાત પડે ત્યાર બાદ આવજે ને ફરી ન્હાયા બાદ તને જમવા મળશે,હું ઘરના ઓટલા પરથી જ ગામ બહાર ગયો અને બગીચાના ઓ ટ્લા પર બેઠા બેઠા જડેલી તરજ અને શબ્દોથી જે ગીત બન્યું તે અત્રે પ્રસ્તુત છે.

“સમી સાંજ્”
(રાગઃ એક વાર હું ને મીરાં મથુરામાં ગ્યાતા…)

એક સમી સાંજના જોયું મેં આકાશમાં,
ઘટા ટોપ વાદળા છવાયા આકાશમાં……એક સમી સાંજના
મેઘની એ ગર્જના અવનવી તર્જમાં,
ચમકતી’તી વિજળી આછી લાલાસમાં….એક સમી સાંજના

ગગના જે પંથીઓ ભય ગ્રસ્ત પંખીઓ,
અવની પર ઉતર્યા માળાની તલાશમાં….એક સમી સાંજના

નિશા કેરા રાજમાં ફરતા બેતાજ્’સા
એવા કો’ તારલાને જોવાની આશમાં….એક સમી સાંજના
૨૫/૧૨/૧૯૬૭