“વસંતના વાયરા”

પહેલી રચના બાદ લાગ્યું કે સારી તરજ અને શબ્દો મળે તો થોડા પ્રયાસથી ગીત જરૂર રચી શકાય
એના ફળ સ્વરૂપ આ બીજું ગીત રચાયું જે પ્રસ્તુત છે.
“વસંતના વાયરા”
(રાગઃ અમે મહિયારારે ગોકુળ ગામના)

વાતા વસંતનારે,શીતળ’સા વાયરા
નવી નવી રાગિણઈ ગાતા,વસંતના રે શીતળ’સા વાયરા
લાલ ગુલાબી પીળી પચરંગી,કુસુમ કળીઓ ખીલી તરંગી,
વેણી ગુથીને કોને આપું,વસંતના રે શીતળ’સા વાયરા
ઉષા ને સંધ્યા ઉગી આથમતી,ચંદ્ર્તેજ ચાંદની પ્રિત જગાવતી
એકલા વિહાર કેમ કરવું,વસંતના રે શીતળ’સા વાયરા
હોઠ ગુલાબ’સા નયનો તરંગી,ચંદ્ર જેવું મુખડું ઉષા જેવી ઓઢણી
“પ્રભુ” તને એકલીને ઝંખે,વસંતના રે શીતળ’સા વાયરા
૧૯/૧૨/૧૯૬૭