મારી પ્રથમ રચના જે મેં મારી પત્નિને સંબોધી ને લખેલી

“યાદ”
(રાગઃ એક જ દે ચિનગારી મહાનલ……)
તારી યાદ સતાવે પ્રિયા મને તારી યાદ સતાવે
મૃગલોચન સા શાંત નયન એ,મનમાં પ્રિત જગાવે
ઉરની વાતો ઘણી ખેવી છે,મંદ હસઈ સમજાવે……પ્રિયા મને
કેશકલાપની વિખરાયેલી ,લટ ઉડીને આવે
તવ વદનપર અટ્વાતી એ, પાસ પ્રણયના ચલાવે…પ્રિયા મને
ફૂલક્ળી’શા હોઠ ગુલાબી,ધીમેથી ફરકાવે
ચુમી લેવાને મુખમંડ્લ, મન “પ્રભુ” લલચાવે……પ્રિયા મને
૦૭/૧૧/૧૯૬૭