જીવનસાથી/ પ્રકરણ ૦૧ ગેર હાજરી

couple A

         બેડરૂમની બારી બહાર લટકાવેલી છાબડીમાં ચોખાના દાણા અને કુંડીમાં પાણી મુકી રાખેલ.વહેલી સવારથી ચકલીઓનું ઝુંડ ચણવા આવતું અને તેનો કલરવ ખુલ્લી બારીમાંથી સંભળાતો એ સાંભળતા જ અમુલખ મણિયારની સવાર પડતી.સવારના નિત્યક્રમથી પરવારીને તે યોગાસનમાં બેસતો ઘણી વખત ક્ષણેક તેને ધ્યાન સમાધી લાગી જતી એટલે તેણે તેના જુના વફાદાર નોકર યદુરામને તાકીદ કરી રાખેલી કે, જ્યાં સુધી એ સિટીન્ગ રૂમમાં સ્વયં બહાર ન આવે ત્યાં સુધી તેને ડિસ્ટર્બ કરવા અંદર ન આવવું.

Continue reading

ઉખાણું

don't

એક ઉખાણું કાં મને તું રોજ આપી જાય છે

એકનો ઉત્તર મળે જયાં બીજુ આપી જાય છે

નાના બાળક સમાણી રડતી કોઇની મુસીબત

Continue reading

મન સતત દોડયા કરે

running

 

વિચારના પ્રાંગણ મહીં મન સતત દોડયા કરે

શોધવા શું ચાહતો શું સતત ખોળયા કરે

વાતમાં તો ના કોઇ સત્વ અથવા સાર મળતું

Continue reading

ડોન (૬)

ajit a(

(ગતાંકથી આગળ)

બે દિવસ પછી એક ૧૯૩૫ના મોડલની ગાડી ગજેન્દ્રના બંગલાના ગેટ પાસે ઉભી રહી ગઇ,ડ્રાઇવરે નીચે ઉતરી બબડયો

વળી તને રસ્તા વચ્ચે ઉભા રહેવાની ચાનક ચડી…?’કહી મશીનનું ટાપ ખોલ્યું પછી પાછલી સીટમાં એક પ્લાસ્ટિકનું જરીકેન લઇ સિક્યુરીટી ગાર્ડની કેબીન પાસે આવ્યો ત્યાં ગજેંદ્રનો સોફર અને સિક્યુરીટી ગાર્ડ બેઠા હતા તેમને કહ્યું

રેડિયેટરમાં પુરવા માટે થોડુ પાણી મળશે…?’

Continue reading

મન જીદ્દી બાળક

child

કોઇ જીદ્દી બાળ સમ મન સતત માંગયા કરે

જે મળે ઓછું પડે છે ને ફરી ફરી માંગ્યા કરે

ઊંઘના ભારણ તડે તો પોપચા બીડાય છે

Continue reading

ડોન (૫)

ajit a

(ગતાંકથી આગળ)

આકાશમાંથી અંધકારના ઓળા ઉતરવા લાગ્યા ત્યારે હળવેથી વડલા પર ચઢી ગયો અને મુકરર કરેલી જગાએ બેસી દુરબીનથી રસ્તા પર નજર માંડી હતી. સમય પસાર થતા ફાર્મ હાઉસના રસ્તા પરથી ટમટમ આવતી જોઇ અને સાવધ થઇ ગયો.ટમટમ વડલા પાસેથી પસાર થ્ઇ અને બીજી પળે મારી મા એવી ગિરીશની કરૂણ ચીસ સંભળાઇ રાસ ઢીલી પડતા ટમ ટમમાં જોડેલા અશ્વની ચાલ વધી અને ઢળી પડેલ ગિરીશ  નીચે ફંગોળાઇ રસ્તાની એક બાજુ પડી ગયો.    

        અવાર નવાર અહીંથી પસાર ગિરીશના ટમટમને ઓળખતા એકાદની નજર ચાલક વગર જતી ટમ ટમ પર પડી પેલાએ કુદકો મારી ટમટમમાં ચઢી ગયો અને ગામમાં ઊભી રાખી કોઇ ગોઝારું બન્યાની શંકાથી પોલીસને જાણ કરી.પોલીસની જીપ જયાંથી કોલ થયો હતો ત્યાં જતી હતી ત્યારે રસ્તાની એક બાજુ ગિરીશને પડેલો જોયો પોલીસે એમ્બ્યુલન્સ મગાવી અને ગિરીશને હોસ્પિટલમાં ખસેડાયો તો ડોકટરે તપાસીને કહ્યું આનું ખુન પણ પહેલા બે સુપર સ્ટાર વિનેશ અને દિપેશ કેમ ઝેરી નિડલથી કરવામાં આવ્યું છે.

Continue reading

ડોન (૪)

ajit a

(ગતાંકથી આગળ)

           બે અઠાવાડિયા પછી દાલ લેકમાં દીપેશ અને મોનાનું બોટિંગ રેસ સાથે એક ગાયનનું સુટિંગ છે એવા ગંગુને સમાચાર મળ્યા તો ડાયરેકટરે મંગાવેલ એક્સ્ટ્રાના ગ્રુપમાં એકને મળનારી રકમના બમણા પૈસા આપી એની જગાએ દેવ આનંદ જેવા માસ્કમાં સામેલ થઇ ગયો. Continue reading

અહેસાસ

dream

કોઇ સ્પર્શે છે છતા દેખાય ના

સ્પંદનો તેથી થતા વિસરાય ના

ઉર તણાં ઊંડાણથી કો સાદ દે

Continue reading

વરસાદની મૌસમ

rain

વરસાદની મૌસમ મને મીઠી સદા લાગે

ત્યારે જ તો અરમાન સૌ ભેગા મળી જાગે

મિત્રો બધા ભેગા મળી સુર સાધના કરતા

Continue reading

ડોન (૩)

ajit a

(ગતાંકથી આગળ)

ડ્રાઇવર માથું હલાવી હામી ભરીને ગયો એ હોટલ પર આવ્યો ત્યારે વિજય હજી મિત્રોમાં ઘેરાયલો હતો તેની પાસે જઇ ગણગણતા કહ્યું

‘સર આપની કેબીનમાં ચાલો ખાસ કામ છે’

        વિજય સખીઓમાં ઘેરાયલી દેવયાનીને ઇશારો કરી અલગ થલગ બોલાવી ગણગણતા કહ્યું

Continue reading